સુરેન્દ્રનગર : લીંબડીના જગદીશ આશ્રમના શિવજીને ચલણી નોટોનો લાખેણો શણગાર

નાગપાંચમના પાવન અવસરે શિવજીને કરાયેલાં શૃંગારમાં 6 લાખ રૂપિયાના મુલ્યની ચલણી નોટો વાપરવામાં આવી

New Update

સુરેન્દ્રનગર જીલ્લાના લીંબડીમાં આવેલા જગદીશ આશ્રમ ખાતે આવેલાં શિવાલયમાં શિવજીની પ્રતિમાને ચલણી નોટોથી અનોખો શણગાર કરવામાં આવ્યો હતો. પવિત્ર શ્રાવણ માસ તેમજ નાગપાંચમના પાવન અવસરે શિવજીને કરાયેલાં શૃંગારમાં 6 લાખ રૂપિયાના મુલ્યની ચલણી નોટો વાપરવામાં આવી હતી. લીંબડી શહેરની વાત કરવામાં આવે તો શહેરમાં અલગ અલગ નવ નાથના મહાદેવ મંદિર આવેલા છે. આ ઉપરાંત અલગ-અલગ સમાજના ધર્મની મોટી ગાદીઓ પણ આવેલી છે. લીંબડીના નદીના સામા કાંઠે આવેલા જગદીશ આશ્રમ આવેલો છે જયાં શિવજીના મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. આજે નાગ પાંચમના પવિત્ર તહેવારે શિવજીને ચલણી નોટોથી સજાવવામાં આવ્યાં હતાં. દેશ તથા વિશ્વમાંથી કોરોનાની મહામારી દુર થાય તે માટે વિશેષ પુજા પણ કરવામાં આવી હતી.