Connect Gujarat
ધર્મ દર્શન 

દશાવતારના દર્શન કરાવતી એકમાત્ર પ્રતિમા નર્મદાના રામપુરા ગામે, જ્યારે બીજી પ્રતિમા અયોધ્યાના ભગવાન શ્રીરામની...

ભગવાનના દશાવતારના દર્શન કરાવતી પ્રતિમા ભારતભરમાં એક માત્ર નર્મદા જિલ્લાના રામપુરા ગામ સ્થિત મંદિરમાં બિરાજમાન છે

X

ભગવાનના દશાવતારના દર્શન કરાવતી પ્રતિમા ભારતભરમાં એક માત્ર નર્મદા જિલ્લાના રામપુરા ગામ સ્થિત મંદિરમાં બિરાજમાન છે, જ્યારે અને હવે અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામની બીજી પ્રતિમા બિરાજમાન થવા જઇ રહી છે, ત્યારે આ પ્રતિમા રામભક્તોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બની છે.

અયોધ્યા રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈ દેશભરમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે અયોધ્યામાં ભગવાન રમલલાની જે પ્રતિમા બનાવવા આવી છે, તે કાળા પથ્થરમાંથી બનાવવામાં આવી છે. આ પ્રતિમા રામભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. પરંતુ આવી જ એક આબેહૂબ પ્રતિમા નર્મદા જિલ્લાના રામપુરા ગામમાં આવેલ શ્રી રણછોડરાય મંદિરમાં બિરાજમાન છે. લોકવાયકા મુજબ રણછોડરાય ભગવાનની પ્રતિમા ભારતભરમાં એક હોવાની માન્યતા છે. તો બીજી એક માન્યતા પ્રમાણે ખેડૂત દ્વારા ખેતરમાં ખોદકામ કરતી વેળા પ્રતિમા બહાર નિકળી હતી. જેમાં દશાવતાર પણ દર્શાવવામાં આવ્યો છે. કાળા પથ્થરમાંથી બનેલી પ્રતિમાનું અનેરું મહત્વ રહ્યું છે. જોકે, એક પ્રતિમા ભારતભરમાં એક માત્ર નર્મદા જિલ્લાના રામપુરા ગામે આવેલ ભગવાન રણછોડરાયની છે, અને હવે બીજી પ્રતિમા ભગવાન શ્રીરામની આયોધ્યામાં બિરાજમાન થવા જઇ રહી છે. એટલે કહી શકાય કે, હવે ભારતમાં માત્ર 2 પ્રતિમા એવી હશે કે, જે ભક્તોને ભગવાનના દશાઅવતારના દર્શન કરાવે છે.

Next Story