Connect Gujarat
ગુજરાત

ધોરાજી : હિન્દુ-મુસ્લિમ એકતાના દર્શન કરાવતી “રામ રહીમ” પાણીની પરબનું કરાયું લોકાર્પણ

ધોરાજી : હિન્દુ-મુસ્લિમ એકતાના દર્શન કરાવતી “રામ રહીમ” પાણીની પરબનું કરાયું લોકાર્પણ
X

રાજકોટ જિલ્લાના ધોરાજીમાં

રાહદારીઓ માટે બનાવેલ પાણીની પરબનું ઉદ્ઘાટન પોલીસ

ઈન્સ્પેક્ટર વી.એચ.જોષીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.

ધોરાજીમાં રાહદારીઓ તેમજ

જનતા સહિત વટેમાર્ગુઓને પાણીથી તરસ છીપાય તેવા શુભ આશયથી “રામ રહીમ” પાણીની પરબનું લોકાર્પણ કરવામાં આવ્યું

હતું. ધોરાજીના ત્રણ

દાતાઓમાં પ્રદિપ બારોટ, દિપક વાજા અને

દરગાહના સફિમીયા બાપુ દ્વારા દરબારગઢ વિસ્તારમાં

આવેલ પોલીસ ચોકીની બાજુમાં કાયમી ધોરણે પરબ બંધાવવામાં આવી

છે. પરબનું નામ હિન્દુ-મુસ્લિમ

એકતા દર્શાવવા “રામ રહીમ” રાખવામાં

આવ્યું છે. જે પરબનું ઉદ્ઘાટન ધોરાજીના પોલીસ ઈન્સ્પેક્ટર વી.એચ.જોષીના હસ્તે

રીબીન કાપીને કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ધોરાજી શહેરના નગરજનો

ઉપસ્થિત રહી “રામ રહીમ” પરબના દાતાઓની સેવાકીય પ્રવૃતિને બિરદાવી હતી.

Next Story