Connect Gujarat
સમાચાર

Special Bulletin || ધૈર્યસિંહ માટે દાનની વહાવો સુનામી

Special Bulletin || ધૈર્યસિંહ માટે દાનની વહાવો સુનામી
X

માત્ર ત્રણ માસનું બાળક જન્મજાત એક ગંભીર બીમારીના સકંજામાં, મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના કાનેસર ગામનો ત્રણ માસનો બાળક ધૈર્યરાજસિંહ એસ.એમ.એ-1 નામની ગંભીર બીમારીનો ભોગ બન્યો છે અને જેના ઈલાજ માટે જોઈએ છે 16 કરોડ રૂપિયા... નમસ્કાર હું કુશાગ્ર ભટ્ટ... કનેક્ટ ગુજરાતનાં વિશેષ બુલેટિન આપનું સવાગત કરું છું. આજે વાત કરીએ એસ.એમ.એ.-1 થી પીડાતા ત્રણ વર્ષના માસૂમ બાળકની.

મહીસાગર જિલ્લામાં લુણાવાડા તાલુકાના કાનેસર ગામમાં રાજદીપ રાઠોડના મધ્યમવર્ગી કુટુંબમાં બાળક ધૈર્યરાજસિંહનો જન્મ થતા માતા-પિતા તેમજ કુટુંબીજનોમાં એક આનંદ પ્રસર્યો હતો. જન્મ સમયે બાળક સ્વસ્થ અને તંદુરસ્ત હતો પરંતુ માતા-પિતા તેમજ જન્મેલ બાળકને ક્યાં ખબર હતી કે હું એક ગંભીર બીમારી સાથે જન્મ્યો છું. જન્મના દોઢ મહિના બાદ બાળકના શરીરમાં પરીવર્તન આવતા માતા-પિતાને ચિંતા થવા લાગી અને બાળકની મોટી હોસ્પિટલમાં ચકાસણી કરવાતા ખબર પડી કે ધૈર્યરાજસિંહએ એક ગંભીર બીમારી સાથે જન્મ લીધો છે, જેનું નામ છે એસ.એમ.એ-૧ (S.M.A-1) એટલે સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી ફેકટશીટ (Spinal Muscular Atrophy Fact Sheet) તરીકે ઓળખવામાં આવે છે.

કહેવાય છે કે કુદરતની મરજી આગળ માણસ લાચાર છે અને ત્યારે ત્રણ મહિનાના માસૂમ ધૈર્યરાજસિંહના જન્મની સાથે એસ.એમ.એ નામની ગંભીર બીમારી પણ આવી છે. શું છે આ બીમારી અને કેવી રીતે થશે આનો ઈલાજ આવો જાણીએ...

એસ.એમ.એ. (S.M.A.) એટલે સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી ફેકટશીટ (Spinal Muscular Atrophy Fact Sheet) જે એક કરોડરજ્જુના સ્નાયુઓ સાથે જોડાયેલી બીમારી છે, જે રંગસૂત્ર- ૫ની નાળીમાં ખામીને કારણે થાય છે. આ જનીન સર્વાંઈકલમાં પ્રોટીન ઉત્પન કરે છે જે માણસની બોડીમાં ન્યુરોન્સનું પ્રમાણ જાળવી રાખે છે. જયારે આવા બાળકોમાં આ સ્તર યોગ્ય રીતે જળવાતું નથી જેના લીધે ન્યુરોન્સનું સ્તર અપૂરતું હોવાના લીધે કરોડરજ્જુમાં નબળાઈ અને બગાડ પેદા થાય છે, નસો કામ કરવાનું બંધ કરી દે છે તેમજ શ્વાસ લેવામાં પણ તકલીફ થાય છે. શરીનના અનેક અંગોમાં પણ હલન-ચલન બંધ થવા લાગે છે. સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી ફેકટશીટ બીમારીના ઘણા પ્રકારો હોય છે જેમાથી એક SMA- ટાઈપ 1 જે ખૂબ જ ખતરનાક અને ગંભીર છે જે ધૈર્યરાજસિંહને છે.આ રોગની સારવાર ખુબ મોઘી છે, તેના માટેના ઈજેક્શન રૂપિયા ૧૬ કરોડમાં યુ.એસથી મંગાવા પડે છે. જેની માન્યતા ડીસેમ્બર-૨૦૧૬માં યુ.એસ ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન (સ્પિનરાઝા)ને મળેલ છે. કરોડરજ્જુની આજુબાજુ પ્રવાહીમાં ઇન્જેક્શન દ્વારા સંચાલિત થાય છે જે પ્રોટીનનું ઉત્પાદન વધારવા માટે કરવામાં આવે છે જેના લીધે માંસ પેસીઓની હિલચાલ અને કાર્યકરવાની શક્તિમાં પણ સુધારો કરે છે.

ભરૂચ સહિત રાજયભરમાંથી ધૈર્યસિંહની સારવાર માટે નાણા એકત્ર કરવા અભિયાન શરૂ કરવામાં આવ્યાં છે. ફુલ નહિ તો ફુલની પાખડી સમજીને લોકો યથાશકિત દાન આપી રહયાં છે.

ધૈર્યસિંહની સારવાર માટે કરોડો રૂપિયાની જરૂરીયાત છે અને તેનો પરિવાર આર્થિક રીતે સધ્ધર ન હોવાથી ધૈર્યસિંહનું જીવન હવે ભગવાન ભરોસે છે. ધૈર્યસિંહ માટે મદદની અપીલનો વિડીયો દાવાનળની જેમ વાયરલ થયો છે. ભરૂચ સહિત રાજયના વિવિધ શહેરોમાં ધૈર્યસિંહની આર્થિક મદદ માટે નાણા એકત્ર કરવામાં આવી રહયાં છે. નામી અને અનામી દાતાઓ આર્થિક મદદ કરી રહયાં છે. આપણે આશા રાખીએ કે, ધૈર્યસિંહની સારવાર માટેનો ખર્ચ જેટલી રકમ એકત્ર થઇ જાય....

સામાન્ય લાગતું માનવ શરીર અનેક રોગોનું ઘર બની જાય છે. કોઇ કુદરતી બિમારી સાથે જન્મ લેતું હોય છે જયારે કોઇ બિમારીનો ભોગ બનતાં હોય છે. સાંપ્રત સમયમાં બદલાયેલી જીવનશૈલીના કારણે અવનવા રોગો માનવીઓને થઇ રહયાં છે ત્યારે આપણા શરીરને તંદુરસ્ત રાખવા માટે નિયમિત યોગ, પ્રણાયામ કરવા જરૂરી છે. આવી જ રસપ્રદ વિગતો અને ખબરો માટે આપ જોડાયેલાં રહો કનેકટ ગુજરાત સાથે. ત્યાં સુધી મને રજા આપશો...

Next Story