Connect Gujarat
દેશ

લોક ડાઉન દરમિયાન પારલે કંપનીએ કરી મોટી જાહેરાત, 3 કરોડ બિસ્કિટ પેકેટનું વિતરણ કરશે

લોક ડાઉન દરમિયાન પારલે કંપનીએ કરી મોટી જાહેરાત, 3 કરોડ બિસ્કિટ પેકેટનું વિતરણ કરશે
X

ભારત માં

બિસ્કિટનું નામ આવે એટલે પહેલાંમાં પહેલા પારલે G શબ્દ નીકળી જાય. આ પારલે કંપનીના

પ્રોડક્શને બુધવારના રોજ જાહેરાત કરી છે કે તે ત્રણ અઠવાડિયાના લોકડાઉનના સમયગાળા

દરમિયાન ત્રણ કરોડ બિસ્કિટના પેકેટની મફતમાં વહેંચણી કરશે. કંપનીએ કહ્યું કે

કોરોના વાયરસની મહામારી સામે લડવા માટે તેઓ પણ ગરીબો અને જરૂરિયાતમંદ લોકો સુધી

મફતમાં બિસ્કિટ પહોંચાડીને સરકારની મદદ કરશે. કંપનીએ જણાવ્યું કે આ કાર્ય સરકારી

એજન્સીઓના માધ્યમથી કરવામાં આવશે.

કંપનીનું

કહેવું છે કે કોરોના વાયરસના સંક્રમણને ફેલાતો રોકવા માટે સરકારી આદેશ અનુસાર

તેમના ઉત્પાદન એકમોમાં 50 ટકા

કર્મચારીઓ કામ કરી રહ્યા છે. તેઓ તે વાતનું ખાસ ધ્યાન રાખશે કે બજારમાં તેમના

બિસ્કિટનો પૂરતો જથ્થો મળી રહે.

Next Story