Connect Gujarat
Featured

દ્વારકા : મુંદ્રાથી આફ્રિકા જઇ રહેલાં જહાજમાં અચાનક ભરાયું પાણી, જુઓ પછી શું થયું

દ્વારકા : મુંદ્રાથી આફ્રિકા જઇ રહેલાં જહાજમાં અચાનક ભરાયું પાણી, જુઓ પછી શું થયું
X

કચ્છના મુંદ્રા બંદરથી આફ્રિકા જઇ રહેલાં જહાજમાં અચાનક પાણી ભરાય જતાં તે ડુબવા લાગ્યું હતું. બનાવની જાણ થતાં કોસ્ટગાર્ડની ટીમે દોડી જઇ જહાજમાં સવાર 12 લોકોને બચાવી લીધાં હતાં.

કચ્છના મુંદ્રા બંદરેથી MSV કૃષ્ણસુદામા જહાજ ચોખા તેમજ ખાંડનો જથ્થો ભરીને આફ્રિકા જઇ રહયું હતું. ઓખાથી દરિયામાં 10 નોટીકલ માઇલના અંતરે જહાજમાં કોઇ કારણોસર પાણી ભરાવા લાગતાં તે ડુબવા લાગ્યું હતું. જહાજમાંથી મદદ માટેનો સંદેશો મોકલવામાં આવતાં કોસ્ટગાર્ડની શીપ સી -411 અને અન્ય શીપ સ્થળ પર પહોંચી હતી. કોસ્ટગાર્ડના જવાનોએ ડુબી રહેલાં જહાજમાંથી 12 ખલાસીઓને બચાવી લીધાં હતાં. ડુબી રહેલા માલવાહક જહાજનું વજન 905 ટન જેટલું હતું. મધદરિયે ફસાઇ ગયેલાં ખલાસીઓ માટે કોસ્ટગાર્ડની ટીમ દેવદુત બનીને આવી હતી તેમ કહીએ તો ખોટું નથી.

Next Story