/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/10/20181003_132607.png)
પાક નિષ્ફળ જવાની ભીતિએ મોત થયું હોવાનો પરિવારજનો આક્ષેપ કર્યો હતો
દ્વારકા - દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયાના ગોલણ શેરડી ગામે ખેડૂત રામ વારોતરિયાનું હાર્ટ એટેકથી મોત થયું હતું. ખેડૂતના મોત બાદ મૃતકની લાશને પીએમ અર્થે ખંભાળિયા જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. છેલ્લા 20 દિવસથી પાક નિષ્ફળ જવાની ભીતિ વચ્ચે ચિંતામાં હતા. પરિવારનો આક્ષેપ છે કે, ખેતી નિષ્ફળ જવાની બીકની ચિંતામાં હાર્ટ એટેક આવ્યો છે.
રાજ્ય સરકાર એક તરફ ખેડૂતોને પોષણક્ષમ ભાવો પુરા પાડવામાં નિષ્ફળ પુરવાર થઈ છે. ત્યારે ખેડૂતો મહેનત કરવા છતાં પુરતું વળતર નહીં મળવાને કારણે ચિંતિત બની રહ્યા છે. રાજ્યભરમાંથી સરકાર સામે વિરોધ પણ થઈ રહ્યા છે. દરમિયાન ખંભાળિયા તાલુકાનાં ગોલણ શેરડી ગામના ખેડૂત રામભાઈ નારણભાઇ વારોતરિયાનું મોત હાર્ટ એટેકનાં કારણે થયું છે. તેમાં પરિવારજનોનો એવો આક્ષેપ છે કે, વરસાદ ન થતાં ચિંતા તેમને હાર્ટ એટેક આવ્યો છે. પરિવાર જનોએ જનરલ હોસ્પિટલમાં નિવેદન આપ્યું હતું કે, પાક નિષ્ફળ જવાની ભીતિથી ચિંતામાં મોત નિપજ્યું છે. ત્યાર બાદ ખંભાળિયા પોલીસે હોસ્પિટલ પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.