Connect Gujarat
ગુજરાત

પેટ્રોલ-ડીઝલના ભાવ મુદ્દે DyCM નીતિન પટેલે કહ્યું, 'આપણે ઘણા સમય પહેલા વેટ ઘટાડ્યો'

પેટ્રોલ-ડીઝલના ભાવ મુદ્દે DyCM નીતિન પટેલે કહ્યું, આપણે ઘણા સમય પહેલા વેટ ઘટાડ્યો
X

સમગ્ર દેશમાં માત્ર ગુજરાતમાં જ પેટ્રોલ-ડીઝલ પર 20 ટકા ટેક્સઃ રાજ્ય સરકારનો દાવો

દેશભરમાં પેટ્રોલ-ડીઝલ ભાવ ભડકે બળી રહ્યા છે. જેને ળઈને ભારે વિરોધ પણ થઈ રહ્યો છે. ત્યારે આ ભાવ વધારાને પગલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે,આપણે ઘણા સમય પહેલાં પેટ્રોલ-ડીઝલ પરનો વેટ ઘટાડ્યો છે. તેમજ સમગ્ર દેશમાં ગુજરાતમાં જ પેટ્રોલ-ડીઝલ પર 20 ટકા ટેક્સ છે. જ્યારે કોંગ્રેસ શાસિત રાજ્યોમાં 25 થી 30 ટકા ટેક્સ છે. હવે વેટમાં ઘટાડો કરવાની સંભાવના ખૂબ ઓછી છે.

નાયબ મુખ્યમંત્રીએ હાલ પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈપણ પ્રકારનો ઘટાડો ન કરવાનો સંકેત આપ્યો છે. ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર પ્રતિ વર્ષ સરેરાશ રૂા.12,000 કરોડ જેટલી આવક પેટ્રોલ-ડીઝલના વેટ દ્વારા મેળવે છે. ગુજરાતમાં મંગળવારે પાટણમાં પેટ્રોલની સૌથી વધારે કિંમત નોંધાઈ હતી. પાટણમાં આજનો પેટ્રોલની ભાવ પ્રતિ લીટર રૂ. 81.11 નોંધાયો છે.

Next Story
Share it