Connect Gujarat
દેશ

ED આવતીકાલે પૂર્વ નાણાંમંત્રી ચિદમ્બરમ સાથે કરશે પુછપરછ, કોર્ટે આપી મંજૂરી 

ED આવતીકાલે પૂર્વ નાણાંમંત્રી ચિદમ્બરમ સાથે કરશે પુછપરછ, કોર્ટે આપી મંજૂરી 
X

INX મીડિયા કેસમાં પૂર્વ નાણામંત્રી અને વરિષ્ઠ કોંગ્રેસ નેતા પી.ચિદમ્બરમને વધુ એક ઝાટકો વાગ્યો છે. દિલ્હીની એક કોર્ટે ED (ઇન્ફૉર્સમેન્ટ ડિરેક્ટરેટ)ને ચિદમ્બરમને તિહાર જેલમાં 30 મિનિટ સુધી પુછપરછ માટેની મંજૂરી આપી દીધી છે. ED બુધવારે પૂર્વ નાણાંમંત્રી ચિદમ્બરમ સાથે પુછપરછ કરશે.

આ ઉપરાંત કોર્ટે EDને પુછપરછ બાદ જરૂર પડે તો તેમની ધરપકડ કરવાની મંજૂરી પણ આપી દીધી છે. ઉલ્લેખનીય છે કે ચિદમ્બરમ 17 ઓક્ટોબર સુધી તિહાર જેલમાં બંધ છે. કોર્ટે EDની અરજી પર પ્રોડક્શન વોરંટ જાહેર કરીને ચિદમ્બરમને રજુ કરવાનો આદેશ આપ્યો હતો. વિશેષ સીબીઆઈ જજ અજય કુમાર કુહારે સોમવારે ED તથા બચાવ પક્ષની દલીલો સાંભળ્યા પછી નિર્ણય મંગળવાર ચાર વાગ્યા સુધી સુરક્ષિત કરી લીધો હતો.

સ્પેશ્યલ જજ અજય કુમાર કુહારે EDની અરજી પર પુછપરછ કરવાની મંજૂરી આપી દીધી છે. EDએ રાઉન એવન્યૂ કોર્ટમાં કોઈ પણ જગ્યાએ ચિદમ્બરમની પુછપરછ કરવાની મંજૂરી માંગી છે.

Next Story