સુરત:હીરા મંદીની અસરને પગલે 603 વિદ્યાર્થીઓએ અભ્યાસ છોડ્યો,ન.પ્રા.શિક્ષણ સમિતિ શાળાના અધિકારીએ આપી પ્રતિક્રિયા

હીરા ઉદ્યોગની મંદીના લીધે અનેક રત્નકલાકારો બેરોજગાર થયા છે,અને તેના લીધે આ રત્નકલાકારોના બાળકોના ભવિષ્ય પર પણ જોખમ ઉભું થયું 603 બાળકોએ અભ્યાસ છોડી દીધો હોવાની ચોંકાવનારી હકીકત પ્રકાશમાં આવી

New Update
  • બાળકોના અભ્યાસ પર પડી હીરા મંદીની અસર

  • 603 વિદ્યાર્થીઓએ અભ્યાસ છોડ્યો

  • 50 ટકા થી વધુ હીરાના એકમો થયા બંધ

  • રત્નકલાકારો બન્યા બેરોજગાર

  • ન.પ્રા.શિ.સમિતિ શાળાના અધિકારીની પ્રતિક્રિયા

સુરતનું ડાયમંડ બજાર હાલમાં મંદીના પડકારો સામે ઝઝૂમી રહ્યું છે. દિવાળી વેકેશન પૂરું થયું છતાં હજુ પણ 50% થી વધુ હીરાના એકમો બંધ છે. હીરા ઉદ્યોગની મંદીના લીધે અનેક રત્નકલાકારો બેરોજગાર થયા છે,અને તેના લીધે આ રત્નકલાકારોના બાળકોના ભવિષ્ય પર પણ જોખમ ઉભું થયું છે.603 બાળકોએ અભ્યાસ છોડી દીધો હોવાની ચોંકાવનારી હકીકત પ્રકાશમાં આવી છે.
સુરતના વરાછા વિસ્તારમાં આવેલી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ શાળાઓમાં નોંધાયેલા હીરાના રત્નકલાકારોના આશરે 603 બાળકોએ તેમનો અભ્યાસ બંધ કરી દીધો છે. આ બાળકોએ શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એટલે કે એલસી પણ લઈ લીધી છે.

સુરત શહેરમાં વૈશ્વિક સ્તરે દર 100માંથી 90 હીરાનું કટિંગ અને પોલિશિંગ થાય છે. જોકે, યુક્રેન અને રશિયા તેમજ ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને કારણે હીરા ક્ષેત્રે મંદી થઈ રહી છે. દિવાળીનું વેકેશન લાંબુ ખેંચાયું છે.
મોટાભાગના હીરાના કારખાનાઓ વેકેશન બાદ ખુલ્યા નથી. વર્તમાન મંદીએ અસંખ્ય હીરાના રત્નકલાકારોની આજીવિકા પર નોંધપાત્ર અસર કરી છે.જેના કારણે 603થી વધુ વિદ્યાર્થીઓએ શાળા છોડવી પડી હોવાનું કહેવાય છે.

જ્યારે સમગ્ર ઘટના અંગે પ્રતિક્રિયા આપતા સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ શાળાના અધિકારી પ્રાગજી કોરાટે જણાવ્યું હતું કે સરકારી શાળામાં બાળકોનો અભ્યાસ નિઃશુલ્ક થાય છે,અને ઘણા લોકો ભાડેથી રહેતા હોવાથી ઘર કે વિસ્તાર બદલાય ત્યારે પણ બાળકોની શાળા બદલવાની ફરજ પડતી હોય છે. 
Read the Next Article

ભરૂચ: રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 અંતર્ગત ભરૂચમાં જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા.

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા આયોજન

  • રાષ્ટ્રીય શિક્ષણનીતિ અંતર્ગત આયોજન કરાયું

  • સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કરાયું

  • મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા

ભરૂચ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 અંતર્ગત સંસ્કૃત ભાષાનુ ગૌરવ, સંરક્ષણ અને પ્રસાર-પ્રચાર થાય એ હેતુથી ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ, ગાંધીનગર દ્વારા પાંચ વિશિષ્ટ યોજનાઓ અમલમાં મૂકી છે જે અંતર્ગત “સંસ્કૃત સપ્તાહ યોજના”ની ત્રિદિવસીય ઉજવણી હેઠળ ભરૂચ જિલ્લામાં ગૌરવ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.આ યાત્રા જિલ્લા શિક્ષણાધિકારી કચેરી હોસ્ટેલ ગ્રાઉન્ડથી શરૂ થઈ શક્તિનાથ સર્કલ બાદ કલેક્ટર કચેરી ખાતે સમાપન થઈ હતી. 
યાત્રામાં વિદ્યાર્થીઓ, શિક્ષકો જોડાયા હતા. યાત્રામાં ટેબ્લો અને વેશભૂષા દ્વારા વેદો, ઉપનિષદો, ઋષિમુનિઓ, સંસ્કૃતના કવિઓ, લેખકો, પુરાણો, મંત્રશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્ર જેવી સંસ્કૃત સંસ્કૃતિની વિરાસતને દર્શાવવામાં આવી હતી.આ અવસરે જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતીબા રાઉલ અને શિક્ષણ કચેરીના દિવ્યેશ પટેલના માર્ગદર્શન હેઠળ વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ જાગૃતિ રેલી કાઢી અને સંસ્કૃત ભાષા પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.