ભરૂચ: બોર્ડની પરીક્ષાનું પરિણામ ઉંચું લાવવા શિક્ષણ વિભાગનો નવતર અભિગમ,આત્મવિશ્વાસ હેલ્પલાઇન શરૂ કરાય

બોર્ડની પરીક્ષાને ધ્યાને રાખી કોઈ પ્રશ્નોમાં મૂંઝવણ ઉદભવે અથવા બોર્ડની પરીક્ષાને લઈને કોઈ ડર હોય તો તેના નિકાલ માટે જિલ્લા શિક્ષણ વિભાગ થકી ગત વર્ષની જેમ આત્મવિશ્વાસ હેલ્પલાઇન શરૂ કર્યો

New Update
  • ભરૂચ જિલ્લા શિક્ષણ વિભાગનો નવતર અભિગમ

  • બોર્ડની પરીક્ષાનું પરિણામ ઊંચું લાવવા પ્રયાસ

  • આત્મવિશ્વાસ હેલ્પલાઇન શરૂ કરાઇ

  • વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્નોનો મળશે જવાબ

  • નિષ્ણાંતો વિદ્યાર્થીઓને આપશે માર્ગદર્શન

ભરૂચ જિલ્લામાં આગામી બોર્ડની પરીક્ષાનું પરિણામ ઊંચું લાવવા તેમજ વિદ્યાર્થી ને મુઝવતા સવાલોનો અંત લાવવા શિક્ષણ વિભાગે નવતર અભિગમ અપનાવ્યો છે. હેલ્પલાઇન નંબર સાથે વિષય નિષ્ણાતો યુટ્યુબના માધ્યમથી વિદ્યાર્થીઓને માહિતગાર કરશે
ભરૂચ જિલ્લામાં ધોરણ 10 અને 12ના સામાન્ય પ્રવાહ તેમજ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા ફેબ્રુઆરી મહિનામાં યોજાશે.બોર્ડની પરીક્ષાને ધ્યાને રાખી કોઈ પ્રશ્નોમાં મૂંઝવણ ઉદભવે અથવા બોર્ડની પરીક્ષાને લઈને કોઈ ડર હોય તો તેના નિકાલ માટે જિલ્લા શિક્ષણ વિભાગ થકી ગત વર્ષની જેમ આત્મવિશ્વાસ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે.જેમાં મહત્વના વિષયોનું નિષ્ણાતો થકી માહિતી આપવામાં આવશે પરંતુ આ વર્ષે શિક્ષણ વિભાગે નવતર અભિગમ અપનાવ્યો છે.
જેમાં હવે વિષય નિષ્ણાતો થકી યુટુબના માધ્યમથી વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી પડતી સમસ્યાનું નિવારણ કરવામાં આવશે.તેના માટે એક ક્યુઆર કોડ શિક્ષણ વિભાગ થકી બનાવવામાં આવ્યો છે.જેને સ્કેન કરતાં તે શિક્ષણ વિભાગની ચેનલ પર લઈ જશે તેમજ એક ઈમેલ આપવામાં આવ્યો છે.
જેના થકી વિદ્યાર્થીઓ પોતાના સવાલો મોકલી શકશે તેમજ આત્મવિશ્વાસ હેલ્પલાઇન નંબર પર પણ વિદ્યાર્થીઓ પરીક્ષાને લગતા સવાલો પૂછી શકશે. આમ રાજ્યમાં ભરૂચ જિલ્લામાં પ્રથમ વાર નવતર અભિગમ અપનાવી વિદ્યાર્થીઓનું પરિણામ ઊંચું લાવવા માટે આયોજન કરવામાં આવ્યું છે.