Connect Gujarat
શિક્ષણ

ભરૂચ : પ્રાર્થના વિદ્યાલય ખાતે રક્ષાબંધન પર્વની કરાઈ આગોતરી ઉજવણી

ભરૂચ : પ્રાર્થના વિદ્યાલય ખાતે રક્ષાબંધન પર્વની કરાઈ આગોતરી ઉજવણી
X

ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તાર સ્થિત પ્રાર્થના વિદ્યાલય ખાતે રક્ષાબંધન પર્વની આગોતરી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીની બહેનોએ વિદ્યાર્થી ભાઈઓના હાથે રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી.

ભારતીય સંસ્કૃતિમાં અનેક તહેવારોનું અનેરું મહત્વ રહેલું છે, અને તેમાંય ખાસ કરીને ભાઈ-બહેનના પવિત્ર બંધન એવા રક્ષાબંધન પર્વનું અનેરું મહત્વ રહ્યું છે. નાળિયેરી પૂનમના દિવસે બહેન પોતાના ભાઇની રક્ષા કાજે ભાઇની કલાઇ ઉપર સુતર તરીકે રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરતી હોય છે.

રક્ષાબંધન પર્વની શૈક્ષણિક સંસ્થાઓમાં પણ વિશેષરૂપે ઉજવણી કરવામાં આવે છે, ત્યારે ભરૂચની પ્રાર્થના વિદ્યાલય ખાતે પણ રક્ષાબંધનની આગોતરી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીનીઓએ વિદ્યાર્થીઓના હાથે રાખડી બાંધી રક્ષાબંધનની પર્વની અનોખી રીતે આગોતરી ઉજવણી કરી હતી.

Next Story