Connect Gujarat
શિક્ષણ

PSI-LRDની ભરતી : રાજ્યમાં 15 જેટલા સ્થળોમાંથી 7 સ્થળોએ શારીરિક કસોટીનો પ્રારંભ...

વરસાદના કારણે પોલીસ વિભાગના PSI અને LRDની ભરતી માટેની શારીરિક કસોટીની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી

PSI-LRDની ભરતી : રાજ્યમાં 15 જેટલા સ્થળોમાંથી 7 સ્થળોએ શારીરિક કસોટીનો પ્રારંભ...
X

કમોસમી વરસાદના કારણે પોલીસ વિભાગના PSI અને LRDની ભરતી માટેની શારીરિક કસોટીની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી, ત્યારે શુક્રવારના રોજ વાતાવરણમાં ઉઘાડ રહેતા ઉમેદવારોના ફિઝિકલ ટેસ્ટ પુનઃ શરૂ કરવામાં આવ્યા છે. સમગ્ર ગુજરાતમાં પોલીસ વિભાગના PSI અને LRDની ભરતી માટે ઉમેદવારો દિવસ રાત તનતોડ મહેનત કરી રહ્યા છે. જોકે, રાજ્યમાં સતત 2 દિવસ વરસેલા કમોસમી વરસાદના કારણે અનેક ગ્રાઉંડમાં વરસાદી પાણી ભરાય જતાં તેઓની શારીરિક કસોટીની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી. પરંતુ શુક્રવારના રોજ વાતાવરણમાં ઉઘાડ રહેતા ઉમેદવારોના ફિઝિકલ ટેસ્ટ પુનઃ શરૂ કરવામાં આવ્યા છે. આ પરીક્ષા તા. 29મી જાન્યુઆરી 2022 સુધી ચાલશે. જોકે કમોસમી વરસાદના કારણે રાજ્યમાં 15 જેટલા મેદાનોમાંથી 7 જગ્યાએ કસોટી તા. 3 અને 4 ડિસેમ્બર માટે મોકૂફ રાખવામાં આવી છે. જેમાં ભરૂચ, ખેડા, સુરેન્દ્રનગર, અમરેલી, વાવ-સુરત, નડિયાદ અને ગોધરા માટે નવી તારીખો જાહેર કરાશે, જ્યારે બાકીના 8 મેદાન પર આજથી જ ઉમેદવારોના ફિઝિકલ ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા છે.

Next Story