Connect Gujarat
શિક્ષણ

રાજ્યમાં સ્ટુડન્ટ પોલીસ કેડેટ યોજના જાહેર, IPS હસમુખ પટેલને જવાબદારી

રાજ્યના દરેક પોલીસ સ્ટેશન દીઠ 44 વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવશે. જેમાં 22 વિદ્યાર્થીઓ અને 22 વિદ્યાર્થીઓનો સમાવેશ થશે

રાજ્યમાં સ્ટુડન્ટ પોલીસ કેડેટ યોજના જાહેર, IPS હસમુખ પટેલને જવાબદારી
X

રાજ્યમાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે પોલીસ વિભાગે સ્ટુડન્ટ પોલીસ કેડેટ નામાની મહત્વની યોજના તૈયાર કરી છે.આ યોજનાનો અમલ આ વર્ષે થી જ કરવામાં આવશે.પોલીસ વિભાગ ધોરણ 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વિવિધ તાલીમ આપશે.

રાજ્યના દરેક પોલીસ સ્ટેશન દીઠ 44 વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવશે. જેમાં 22 વિદ્યાર્થીઓ અને 22 વિદ્યાર્થીઓનો સમાવેશ થશે. વિદ્યાર્થીઓને 4 ઈન્ડોર તાલીમ અને 4 આઉટ ડોર તાલીમ આપવામાં આવશે. વર્ષ દરમિયાન 3 શિબિરનું આયોજન કરવામાં આવશે આ તાલીમ થકી વિદ્યાર્થી સર્વાંગી વિકાસ થશે. કાયદો, સન્માન, ક્ષમતા, શિસ્ત, આદર્શ, જેવા ગુનો સૂચના કરવામાં તાલીમ મહત્વની બની રહેશે.કુટુંબ, સમાજ, દેશ, પર્યાવરણ જવાબદારી કહેવાય, યુવાનો કાયદાનું પાલન કરે, યુવાન સમાજ સેવા કરતા થયા, માનસિક અને શારીરિક રીતે મજબૂત બને, એ હેતુથી વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવશે.

ચોમાસામાં અને શિયાળામાં કેમ્પનું આયોજન કરવામાં આવશે. શિક્ષણ અને પોલીસ વિભાગના સયુંકત આયોજન આ યોજનાનો નવેમ્બરથી પ્રારંભ થશે, સ્ટુડન્ટ પોલીસ કેડેટ ફિલ્ડ વિઝિટ કરી વિવિધ પ્રકારના જાગૃતિ કાર્યક્રમ કરશે. રાજ્યના આઈપીએસ હસમુખ પટેલને આ જવાબદારી સોંપવામાં આવી છે ગઈકાલે સ્ટુડન્ટ પોલીસ કેડેટ સ્કીમ અંગે વીડીયો કોન્ફરન્સ રાખી તમામ પોલીસ એકમોને યોજનાનો અમલ કરવા માટે જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવી છે.

Next Story