Connect Gujarat
શિક્ષણ

ધો.10 અને 12ના વિધાર્થીઑ થઈ જજો પરીક્ષા માટે તૈયાર, આ તારીખથી યોજાશે ગુજરાત બોર્ડની પરીક્ષાઓ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ એટલે કે GSHSEB એ ધોરણ 10 અને 12 ની બોર્ડ પરીક્ષા 2022 નું સંપૂર્ણ ટાઈમ ટેબલ બહાર પાડ્યું છે.

ધો.10 અને 12ના વિધાર્થીઑ થઈ જજો પરીક્ષા માટે તૈયાર, આ તારીખથી યોજાશે ગુજરાત બોર્ડની પરીક્ષાઓ
X

ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ એટલે કે GSHSEB એ ધોરણ 10 અને 12 ની બોર્ડ પરીક્ષા 2022 નું સંપૂર્ણ ટાઈમ ટેબલ બહાર પાડ્યું છે. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ ધોરણ 10 અને 12 ની પરીક્ષા 28 માર્ચ 2022 થી શરૂ થઈ રહી છે.

ગુજરાત બોર્ડ પરીક્ષા 2022 નું સંપૂર્ણ સમયપત્રક સત્તાવાર વેબસાઇટ gseb.org પર બહાર પાડવામાં આવ્યું છે. જે વિદ્યાર્થીઓએ આ પરીક્ષા માટે અરજી કરી છે તેઓ હવે ગુજરાત બોર્ડ પરીક્ષા 2022 ટાઈમ ટેબલ તપાસવા માટે GSEBની વેબસાઈટની મુલાકાત લઈ શકે છે. ધોરણ 10માં અદાજિત 9.70 લાખની આસપાસ વિદ્યાર્થીઓએ પરીક્ષામાં બેસવા માટે ફોર્મ ભર્યાં છે, જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં કુલ 4 લાખ 22 હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યાં હોવાનું સામે આવ્યું છે, જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1 લાખ જેટલાં ફોર્મ ભરાયાં છે.

Next Story