Connect Gujarat
શિક્ષણ

ગુજરાત યુનિ.નો ઐતિહાસિક નિર્ણય, જે વિષયમાં ઓછા માર્ક્સ હોય તે વિષયની પરીક્ષા ફરી આપી શકશે

હવે વિદ્યાર્થીઓ જે વિષયમાં ઓછા માર્ક્સ હોય તે વિષયની પરીક્ષા ફરી આપી શકશે,

ગુજરાત યુનિ.નો ઐતિહાસિક નિર્ણય, જે વિષયમાં ઓછા માર્ક્સ હોય તે વિષયની પરીક્ષા ફરી આપી શકશે
X

ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે વધુ એક રાહતના સમાચારા સામે આવ્યા છે.. ગુજરાતમાં સૌ પ્રથમ વખત GU ના વિદ્યાર્થીઓને ઓન ડિમાન્ડ પરીક્ષાનો વિકલ્પ આપ્યા બાદ હવે યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓના હિતમાં વધુ એક નિર્ણય કર્યો છે॰ હવે વિદ્યાર્થીઓ જે વિષયમાં ઓછા માર્ક્સ હોય તે વિષયની પરીક્ષા ફરી આપી શકશે, ઓછા ટકા મેળવ્યા વિદ્યાર્થીઓને આ પદ્ધતિ અમલમાં થતા તેઓ માકર્સ સુધારવાની વધુ એક તક મળશે.ડિગ્રી પરિણામથી સંતોષ ના હોય તેવા વિદ્યાર્થીઓ ડિગ્રી પરત કરી શકશે અને ડિગ્રી પરત કરી ફરીથી વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે જેથી ઓછા ટકા મેળવ્યા વિદ્યાર્થીઓને આનાથી મોટો ફાયદો થશે કોરોના શરુ થયા બાદ શિક્ષણની પદ્ધતિ બદલાઈ છે ત્યારે ગુજરાત યુનિવર્સિટીએ ઐતિહાસિક પરીક્ષાની પદ્ધતિ બદલી છે જેમાં GU એ PGના વિદ્યાર્થીઓ માટે યુનિવર્સિટીએ ઓન ડિમાન્ડ પરીક્ષાની પણ સુવિધા ઉપલબ્ધ કરાવશે જેમાં PGના કોર્ષમાં વિદ્યાર્થીઓ માટે ઓન ડિમાન્ડ પરીક્ષા યોજવામાં આવશે. જેમાં વિદ્યાર્થી GU એ નક્કી કરેલા ધોરણ મુજબ પરીક્ષા આપી શકશે. તો સારી વાત એ છે કે તુરંત જ તેનું પરિણામ પણ મળશે. ઓન ડિમાન્ડ પદ્ધતિમાં વિદ્યાર્થીઓ ગમે ત્યારે ગમે ત્યાંથી પરીક્ષા આપી શકશે. જેમાં પરીક્ષા માટે કોઈ સમય સ્થાન નક્કી કરવામાં નહીં આવે. વિદ્યાર્થીઓને માત્ર ઓનલાઈન પરીક્ષા જ આપવાની રહેશે. આ સાથે ઓફલાઇન પરીક્ષાનો વિકલ્પ તો રહેશે પરંતુ ઓન ડિમાન્ડનો વિકલ્પ પણ આપવામાં આવશે

Next Story