Connect Gujarat
મનોરંજન 

બોક્સ ઓફિસ પર 'રોકી ભાઈ'નો દબદબો, જાણો 4 દિવસમાં કેટલી કરી કમાણી.!

સાઉથ સુપરસ્ટાર યશની ફિલ્મ KGF: Chapter 2 રિલીઝ થયા બાદથી ધમાલ મચાવી રહી છે. જે ઝડપે ફિલ્મની કમાણી વધી રહી છે.

બોક્સ ઓફિસ પર રોકી ભાઈનો દબદબો, જાણો 4 દિવસમાં કેટલી કરી કમાણી.!
X

સાઉથ સુપરસ્ટાર યશની ફિલ્મ KGF: Chapter 2 રિલીઝ થયા બાદથી ધમાલ મચાવી રહી છે. જે ઝડપે ફિલ્મની કમાણી વધી રહી છે કે KGFના તોફાન સામે RRRનું તોફાન પણ ધૂંધળું થઈ જશે. RRR એ થોડા દિવસો પહેલા જ 1000 કરોડની કમાણી પૂરી કરી હતી અને હજુ પણ ફિલ્મની કમાણી અટકવાનું નામ નથી લઈ રહી. પરંતુ તેની પછી આવનારી ફિલ્મ KGFની સ્પીડ ચોંકાવનારી છે. આ ફિલ્મે માત્ર 4 દિવસમાં જ દુનિયાભરમાં 500 કરોડથી વધુની કમાણી કરી લીધી છે. KGF 2ની કમાણીના લેટેસ્ટ આંકડા બહાર આવ્યા છે.

ટ્રેડ એનાલિસ્ટ મનોબાલા વિજયબાલને ફિલ્મની કમાણીનાં નવીનતમ આંકડા શેર કર્યા છે જે આશ્ચર્યજનક છે. મનોબાલાના ટ્વિટ અનુસાર KGFએ 4 દિવસમાં લગભગ 552 કરોડની કમાણી કરી છે. ફિલ્મે પહેલા દિવસે 165.37 કરોડની કમાણી કરી હતી. ફિલ્મે બીજા દિવસે 139.25 કરોડની કમાણી કરી હતી. ત્રીજા દિવસે KGF 2 ની કમાણીમાં થોડો ઘટાડો થયો હતો અને ફિલ્મે 115.08 કરોડની કમાણી કરી હતી. તે જ સમયે વિશ્વભરમાં ફિલ્મે ચોથા દિવસે એટલે કે રવિવારે 132.13 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ રીતે ફિલ્મે 4 દિવસમાં 551.83 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.

Next Story
Share it