Connect Gujarat
મનોરંજન 

જાણીતી ગુજરાતી અભિનેત્રી હેપ્પી ભાવસારનું નિધન, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોક...

હેપ્પી ભાવસારનું ફેફસાના કેન્સરના કારણે મોડી રાત્રે નિધન થયું છે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકનું મોજું ફરી વળ્યું

જાણીતી ગુજરાતી અભિનેત્રી હેપ્પી ભાવસારનું નિધન, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોક...
X

પ્રિત પિયુ ને પાનેતર નાટક ફેમ જાણીતા ગુજરાતી અભિનેત્રી હેપ્પી ભાવસારનું ખૂબ જ નાની વયે ફેફસાના કેન્સરના કારણે નિધન થયું છે. તેમની ઉંમર માત્ર 45 વર્ષની જ હતી. ગુજરાતી હિરોઈન હેપ્પી ભાવસાર કે, જેઓનું ફેફસાના કેન્સરના કારણે મોડી રાત્રે નિધન થયું છે. જેના લીધે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.

જેઓએ ગુજરાતી સિરિયલ, નાટકો અને ફિલ્મોમાં સારો એવો રોલ ભજવી ચૂક્યાં છે. તેઓએ 2015માં ગુજરાતી ફિલ્મ પ્રેમજી: રાઈસ ઓફ અ વોરિયરથી અભિનયની શરૂઆત કરી હતી. એ સિવાય તેઓએ ગુજરાતી ફિલ્મ મોન્ટુની બિટ્ટુ અને મૃગતૃષ્ણામાં પણ અભિનય કર્યો છે. એ સિવાય તેઓએ ફિલ્મ 'મહોતું' અને '21મું ટિફિન' જેવી ઉત્તમ ફિલ્મો પણ આપી છે. હેપ્પી ભાવસાર જેઓનું ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મોટું નામ છે, તેવા મૌલિક નાયક સાથે લગ્ન થયા હતા.

મૌલિક નાયક કે, જેઓ તેમની એક્ટિંગ ઉપરાંત ફિલ્મમાં તેમની કોમિક ટાઈમિંગ અને સોશિયલ મીડિયામાં હસાવી હસાવીને લોટપોટ કરી દે એવા વીડિયોઝ માટે પણ જાણીતા છે. તેઓએ હેલ્લારો અને મોન્ટુની બિટ્ટુ જેવી ઢગલાબંધ ગુજરાતી ફિલ્મોમાં અભિનય કર્યો છે, અને ચાહકો તેમના અભિનયના પણ સારા એવા વખાણ કર્યા છે.

Next Story