Connect Gujarat
મનોરંજન 

અભિનેત્રી પ્રિયંકાએ પતિ નિક સાથે વિદેશમાં લક્ષ્મીપૂજન કરી દિવાળી પર્વની ઉજવણી કરી, દેશી ગર્લનો અંદાજ થયો વાયરલ

હિન્દુ ધર્મનો સૌથી મોટો તહેવાર દિવાળી પણ પ્રિયંકાએ રિવાજો મુજબ લોસ એન્જેલસ સ્થિત પોતાના ઘરે પતિ, પરિવાર અને નજીકના મિત્રો સાથે ઉજવ્યો

અભિનેત્રી પ્રિયંકાએ પતિ નિક સાથે વિદેશમાં લક્ષ્મીપૂજન કરી દિવાળી પર્વની ઉજવણી કરી, દેશી ગર્લનો અંદાજ થયો વાયરલ
X

બૉલીવુડની હૉટ એક્ટ્રેસ અને દેસી ગર્લ ગણાતી પ્રિયંકા ચોપડા આ દિવાળીના પ્રસંગે ભારતમાં નથી. હાલ તે પોતાના પતિ અને સાસરીયા સાથે અમેરિકામાં છે. પરંતુ હાલમાં સામે આવેલી તસવીરોમાં સ્પષ્ટ રીતે જોઇ શકાય છે કે દેસી ગર્લ હજુપણ ભારતીય સંસ્કૃતિથી રંગાયેલી છે, તેને ધનતેરસથી લઇને દિવાળી સુધીના તહેવારોની પતિ અને પરિવાર સાથે શાનદાર રીતે વિદેશમાં રહીને ઉજવણી કરી છે.

હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે દિવાળીવા તહેવારો ઉજવતી તસવીરોમાં પ્રિયંકાનો લૂક પણ લાગી રહ્યો છે. પ્રિયંકા ભલે વિદેશમાં રહેતી હોય પરંતુ તે પોતાની સંસ્કૃતિ અને તહેવારોને ભૂલી નથી. આમ તો તે મોટા તહેવારને અમેરિકામાં પોતાના ઘરે જ ઉજવે છે. હિન્દુ ધર્મનો સૌથી મોટો તહેવાર દિવાળી પણ પ્રિયંકાએ રિવાજો મુજબ લોસ એન્જેલસ સ્થિત પોતાના ઘરે પતિ, પરિવાર અને નજીકના મિત્રો સાથે ઉજવ્યો છે. પ્રિયંકાએ પતિ નિક જોનસ સાથે ધનતેરસની લક્ષ્મીપૂજા અને દિવાળીની પૂજા કરી હતી. જેની તસવીરો પ્રિયંકાએ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરી છે.

ઇન્સ્ટા પર શેર કરાયેલી તસવીરોમાં પ્રિયંકા પીળા રંગની સાડી પહેરીને પતિ નિક સાથે લક્ષ્મી પૂજન કરવા બેસેલી દેખાઇ રહી છે. જ્યારે નિકે વ્હાઈટ રંગનો એમ્બ્રોઈડરીવાળો ઝભ્ભો પહેર્યો હતો. તસવીરમાં જોઈ શકાય છે કે, નિક અને પ્રિયંકા શ્રદ્ધાપૂર્વક પૂજા કરી રહ્યા છે. પ્રિયંકાએ તસવીરો શેર કરતાં લખ્યું, "या देवी सर्वभूतेषु लक्ष्मी रूपेण संस्थिता। नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः મા લક્ષ્મીના આશીર્વાદથી અમે તેમની ઉદારતા અને વિશાળતાને અમારા ઘરે આમંત્રિત કરી છે. હેપી દિવાળી."

ખાસ વાત છે કે, પ્રિયંકા ચોપરાએ પ્રી-દિવાળી પાર્ટીની તસવીરો પણ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. મિન્ડી કાલિંગ દ્વારા પ્રી-દિવાળી પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે પ્રિયંકા તેની ગર્લ ગેંગ સાથે મસ્તી કરતી જોવા મળી હતી.c

Next Story
Share it