Connect Gujarat
મનોરંજન 

'ભાભીજી ઘર પર હૈ'ના મલ ખાનનું 41 વર્ષની વયે નિધન, દિપેશ ભાન રમતાં-રમતાં પડી ગયા હતા

દિપેશ ભાનનું માત્ર 41 વર્ષની વયે નિધન થયું છે.દિપેશના આકસ્મિક નિધનના સમાચારે સૌને હચમચાવી દીધા છે.

ભાભીજી ઘર પર હૈના મલ ખાનનું 41 વર્ષની વયે નિધન, દિપેશ ભાન રમતાં-રમતાં પડી ગયા હતા
X

ટીવી ઈન્ડસ્ટ્રીમાં કામ કરનાર અને લોકોને હસાવનાર 'ભાભી જી ઘર પર હૈ'ના જાણીતા અભિનેતા દિપેશ ભાનનું અવસાન થયું છે 'ભાભી જી ઘર પર હૈં'માં મલખાનનું પાત્ર ભજવનાર અભિનેતા દિપેશ ભાન હવે આ દુનિયામાં નથી. દિપેશ ભાનનું માત્ર 41 વર્ષની વયે નિધન થયું છે.દિપેશના આકસ્મિક નિધનના સમાચારે સૌને હચમચાવી દીધા છે. દિપેશ ભાન શુક્રવારે ક્રિકેટ રમી રહ્યા હતા અને ત્યારે દોડતા દોડતા પડી ગયા હતા. એ પછી તેને તુરંત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ હોસ્પિટલમાં પંહોચતાની સાથે જ ડોક્ટરોએ એમને મૃત જાહેર કરી દીધા હતા. મૃત્યુના બે દિવસ પહેલા જ દિપેશ ભાને પોતાનો એક વીડિયો પોસ્ટ કર્યો હતો. અભિનેતાને ખ્યાલ નહોતો કે આ તેનો છેલ્લો વીડિયો હોઈ શકે છે.

https://www.instagram.com/reel/CgOle2yjXpi/?utm_source=ig_web_copy_link

મલખાન એટલે કે દિપેશ ભાને તેનો છેલ્લો વીડિયો તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બે દિવસ પહેલા એટલે કે 21 જુલાઈએ શેર કર્યો હતો. આ વીડિયોમાં હંમેશની જેમ દિપેશ તેની શાનદાર અંદાજમાં જોવા મળી રહ્યા છે. વીડિયોમાં તે તેના 'ભાભી જી ઘર પર હૈં'ના ગેટઅપમાં જોવા મળી રહ્યા છે.

દિપેશ ભાનના ભણતરની વાત કરીએ તો તેઓ દિલ્હીથી ગ્રેજ્યુએટ થયા છે. સ્નાતક થયા બાદ દિપેશે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાંથી એક્ટિંગનો કોર્સ કર્યો. તેની એક્ટિંગ કરિયરની વાત કરીએ તો તેણે ટીવી શો 'FIR'માં કવિતા કૌશિક સાથે સ્ક્રીન શેર કરી છે. આ પહેલા દિપેશ 'કોમેડી કા કિંગ કૌન', 'કોમેડી ક્લબ', ભૂતવાલા સીરિયલ 'ચેમ્પ' અને 'સુન યાર ચિલ માર'માં જોવા મળ્યો હતો. આ સાથે જ તેને ભાભીજી ઘર પર હૈ સાથે દર્શકોનો ઘણો પ્રેમ પણ મળ્યો હતો. દિપેશ આમિર ખાન સાથે ટી20 વર્લ્ડ કપની એડમાં પણ જોવા મળ્યો હતા.

Next Story