Connect Gujarat
મનોરંજન 

જાણીતા ગાયક અને સંગીતકાર બપ્પી લહેરીનું 69 વર્ષની ઉંમરે નિધન, મુંબઈની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા

જાણીતા ગાયક અને સંગીતકાર બપ્પી લહેરીનું 69 વર્ષની ઉંમરે નિધન, મુંબઈની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા
X

દેશ અને દુનિયામાં બૉલીવુડના જાણીતા થયેલ ગાયક અને સંગીતકાર બપ્પી લહેરીનું 69 વર્ષની ઉંમરે નિધન થયું છે. બપ્પી લહેરીએ મુંબઈની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હોવાના દુઃખદ સમાચાર આવ્યા છે.

સિંગર બપ્પી લહેરીનું 69 વર્ષની ઉંમરે દુ:ખદ નિધન થયું છે. છેલ્લા કેટલાક સમયથી તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા, ત્યારે હોસ્પિટલમાં જ તેમણે અંતિમ શ્વાસ લીધા છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, બપ્પી લાહિરીનું નિધન ગત રાત્રે લગભગ 11 વાગે થયું હતું. બપ્પી દાએ 80 અને 90ના દાયકામાં ઘણી ફિલ્મોમાં ગીતો આપ્યા હતા. આ ગીતો થકી બપ્પી દાએ ઘણી લોકપ્રિયતા મેળવી હતી. ઉપરાંત તેઓએ બંગાલી સહિતની અન્ય ભાષાઓમાં પણ ગીત બનાવ્યા છે. બપ્પી લહેરી છેલ્લા ઘણા સમયથી બીમાર હતા. જોકે, તેઓને ગત વર્ષે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેઓ કોરોનાની ઝપેટમાં આવી ગયા હતા. જોકે, થોડા દિવસો બાદ તેઓ સાજા થઈ ગયા હતા. પરંતુ તબિયત નાદુરસ્ત હોવાના કારણે તેઓની ક્રિટી કેર હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. તબીબના જણાવ્યા અનુસાર, બપ્પી લહેરી ઘણી બધી સ્વાસ્થ્ય સમસ્યાથી પીડિત હતા. આ ઉપરાંત તબીબે જણાવ્યુ હતું કે, બપ્પી લહેરીનું OSAના કારણે દુઃખદ નિધન થયું છે. બપ્પી લહેરીનું નિધન થયું હોવાના સમાચાર મળતા જ તેમના ચાહકોમાં ભારે શોક પ્રવર્તી રહ્યો છે.

Next Story