શું તમે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની જુની સોનુ જોયી છે? જો તમે અભિનેત્રી નિધિ ભાનુશાળીની લેટેસ્ટ તસવીર જોશો તો તમે તેને ભાગ્યે જ ઓળખી શકશો. નિધિએ પોતાના નવા લુકથી ચાહકોને ચોંકાવી દીધા છે. નિધિએ નવો હેરકટ કરવી છે. જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
નિધિએ પોતાના મેકઓવરનો ફોટો ઈન્સ્ટા પર શેર કર્યો છે. નવા હેરકટમાં નિધિને ઓળખવી મુશ્કેલ છે. તેણે તેના લાંબા વાળ ખૂબ જ ટૂંકા કપાવી નાખ્યા છે. નિધિ આ દિવસોમાં બાલીમાં વેકેશન પર છે. નિધિએ ત્યાંના વિચિત્ર લોકેશન પરથી તેની અદભૂત તસવીરો શેર કરી છે. ટૂંકા વાળમાં નિધિને જોઈને તમે પણ તેને એક વાર ઓળખીને દંગ રહી જશો. તસવીરોમાં નિધિ બ્લેક ક્રોપ ટોપ અને ડેનિમ શોર્ટ્સમાં જોવા મળી રહી છે. બીજા ફોટામાં નિધિ દરિયા કિનારે પોઝ આપી રહી છે. નિધિના ચહેરા પર મોટું સ્મિત છે. આ ફોટો જોઈને ખબર પડે છે કે નિધિ કેટલી ખુશ છે. નિધિના આ નવા લૂકથી ચાહકો હોશ ઉડી ગયા છે. ઘણા લોકો નિધિના નવા હેરકટના વખાણ કરી રહ્યા છે. નિધિના ફોટો પર ફેવરિટ, ક્યૂટ, પ્રીટી જેવી કોમેન્ટ કરી રહ્યા છે.