Connect Gujarat
મનોરંજન 

રણવીર સિંહનો ગુજરાતી અવતાર, "જયેશભાઈ જોરદાર"નું ટ્રેલર રીલીઝ

જયેશભાઈ જોરદાર'નું ટ્રેલર આજે રિલીઝ કરવામાં આવ્યું છે. બે મિનિટ 58 સેકેન્ડના આ ટ્રેલરમાં તમને ઘણી જોરદાર વસ્તુઓ જોવા મળશે

રણવીર સિંહનો ગુજરાતી અવતાર, જયેશભાઈ જોરદારનું ટ્રેલર રીલીઝ
X

રણવીર સિંહની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'જયેશભાઈ જોરદાર'નું ટ્રેલર આજે રિલીઝ કરવામાં આવ્યું છે. બે મિનિટ 58 સેકેન્ડના આ ટ્રેલરમાં તમને ઘણી જોરદાર વસ્તુઓ જોવા મળશે. ફિલ્મના નામની જેમ જ તેની સ્ટોરી પણ જોરદાર લાગી રહી છે. ફિલ્મના ટ્રેલરથી સ્પષ્ટ જોઈ શકાય છે કે તેની કહાની ભ્રૂણ હત્યા જેવા ગંભીર મુદ્દા પર છે. ફિલ્મના ટ્રેલરની શરૂઆતમાં જયેશ ભાઈના(રણવીર સિંહ) પિતાના સરપંચ (બોમન ઈરાની) જોવા મળે છે. સરપંચની પાસે એક કિશોરી ગામના યુવકોની ફરિયાદ લઈને આવી છે.

સરપંચ ઉલટુ કિશોરીને જ સુગંધ વાળા સાબુથી ન નહાવાની સલાહ આપે છે. સરપંચની આ વાતોનો મનથી તો જયેશ ભાઈ વિરોધ કરે છે પરંતુ સામે ફક્ત હામીમાં જ માથુ હલાવે છે. ટ્રેલરમાં જયેશ ભાઈને કહેતા સાંભળી શકાય છે કે તેમની દુનિયામાં કઈ કઈ વાતો પર માથુ હલાવવું જરૂરી છે. પિતાની બાદ તો સરપંચની ખુરશી જયેશ ભાઈને મળી જશે પરંતુ તેના બાદ તે કોને મળશે ફિલ્મમાં તેની બબાલ છે. હકીકતે જયેશ ભાઈની દિકરી છે અને સરપંચને દિકરો જોઈએ છે. તે કોઈ પણ કિમત પર પોતાના પરિવારમાં એક વારિસ ઈચ્છે છે . જયેશની પત્ની બીજી વખત પ્રેગ્નેન્ટ થાય છે અને તેના ભ્રૂણનું જેન્ડર ટેસ્ટ કરવામાં આવે છે. ડોક્ટર જણાવે છે કે આ વખતે પણ બાળકી છે. આ વાતથી સરપંચ નારાજ થઈ જાય છે અને ભૂણ હત્યા માટે કહે છે. પરંતુ આ વખતે જયેશ પોતાના બાળકને મરવા નથી દેવા માંગતો અને બગાવત કરે છે. જ્યાર બાદ હંગામો શરૂ થાય છે.

Next Story