Connect Gujarat
મનોરંજન 

નોરા ફતેહીનું ઇન્સ્ટાગ્રામ હેન્ડલ હેકિંગના કારણે ડિલીટ થયું, એકાઉન્ટ રિસ્ટોર થતાં જ કરી આ પોસ્ટ

નોરા ફતેહીનું ઇન્સ્ટાગ્રામ હેન્ડલ હેકિંગના કારણે ડિલીટ થયું, એકાઉન્ટ રિસ્ટોર થતાં જ કરી આ પોસ્ટ
X

શુક્રવારે બોલિવૂડની ડાન્સિંગ દિવા નોરા ફતેહી સાથે જોડાયેલા એક સમાચારે તેના ચાહકોને પરેશાન કરી દીધા હતા. હકીકતમાં, અભિનેત્રીનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ શુક્રવારે બપોરથી જ અચાનક ગાયબ થઈ ગયું હતું. ઇન્સ્ટાગ્રામ પર અભિનેત્રીનું એકાઉન્ટ ન હોવાને કારણે તેના ચાહકો ખૂબ નારાજ અને આશ્ચર્યચકિત થયા હતા.



નોરાના સોશિયલ મીડિયા એકાઉન્ટના અચાનક ગાયબ થયા પછી, ઇન્ટરનેટ પર એવી અટકળો વહેતી થઈ હતી કે અભિનેત્રીએ પોતાનું એકાઉન્ટ ડિલીટ કરીને સોશિયલ મીડિયાથી પોતાને દૂર કરી લીધી છે.જો કે, હવે અભિનેત્રીનું એકાઉન્ટ ફરી શરૂ કરવામાં આવ્યું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી ગાયબ થઈ ગયેલા નોરાનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ રિસ્ટોર થઈ ગયું છે. અભિનેત્રીએ પોતે ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરીને તેના ચાહકોને આ વિશે માહિતી આપી હતી. આ સાથે તેણે એ પણ જણાવ્યું કે તેનું એકાઉન્ટ હેક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, જેના કારણે એકાઉન્ટ ગાયબ થઈ ગયું. ઇન્સ્ટાગ્રામ પર પાછા ફરતાની સાથે જ અભિનેત્રીએ ઇન્સ્ટા સ્ટોરી પર એક પોસ્ટ શેર કરી અને લખ્યું, 'સોરી મિત્રો! મારું ઇન્સ્ટાગ્રામ હેક કરવાનો પ્રયાસ થયો હતો. સવારથી કોઈ મારા એકાઉન્ટની ઍક્સેસ મેળવવાનો પ્રયાસ કરી રહ્યું હતું. આ સમસ્યાને ઝડપથી ઉકેલવામાં મને મદદ કરવા બદલ ઇન્સ્ટાગ્રામ ટીમનો આભાર.

Next Story