Connect Gujarat
મનોરંજન 

અયોધ્યાના ઋષિ સિંહે જીત્યો Indian Idol 13 નો ખિતાબ, જીતવા પર નહોતો વિશ્વાસ

Indian Idol 13ના વિજેતાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ઋષિ સિંહ વિજેતા બન્યા છે

અયોધ્યાના ઋષિ સિંહે જીત્યો Indian Idol 13 નો ખિતાબ, જીતવા પર નહોતો વિશ્વાસ
X

Indian Idol 13ના વિજેતાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ઋષિ સિંહ વિજેતા બન્યો હતો અને દેબોસ્મિતા રાય ફર્સ્ટ રનર અપ બની હતી. ઋષિ સિંહ ઉપરાંત, ફિનાલેમાં ટોચના સ્પર્ધકો માં ચિરાગ કોટવાલ, બિદીપ્તા ચક્રવર્તી, શિવમ સિંહ ઉપરાંત દેબોસ્મિતા રાય અને સોનાક્ષી કાર હતા. આ તમામ વચ્ચે ટ્રોફી માટે જબરદસ્ત સ્પર્ધા થઈ હતી. પરંતુ ઋષિ સિંહે બધાને હરાવીને Indian Idol 13 ની ટ્રોફી જીતી લીધી હતી. Indian Idol 13 ની ટ્રોફી ઉપરાંત, ઋષિ સિંહને વિજેતા બનવા પર 25 લાખ રૂપિયાનું રોકડ ઈનામ અને એક મારુતિ સુઝુકી એસયુવી કાર પણ આપવામાં આવી હતી. આ સિવાય ઋષિ સિંહને સોની મ્યુઝિક ઈન્ડિયા સાથે રેકોર્ડિંગ કોન્ટ્રાક્ટ પણ મળ્યો છે. નેહા કકર, વિશાલ દદલાની, અને હિમેશ રેસમિયા આ શોના જજ હતા જ્યારે આદિત્ય નારાયણ આ શોને હોસ્ટ કરી રહ્યા હતા.

Next Story