Connect Gujarat
મનોરંજન 

ફિલ્મના શૂટિંગ દરમિયાન ધાયલ થયો સંજય દત્ત, તલવારબાજીના સીનમાં ઘાયલ થતાં માથા પર લેવામાં આવ્યા અનેક ટાંકા....

ફિલ્મના શૂટિંગ દરમિયાન સંજય દત્ત ઘાયલ થયો છે. તેના માથામાં કેટલાક ટાંકા પણ આવ્યા છે.

ફિલ્મના શૂટિંગ દરમિયાન ધાયલ થયો સંજય દત્ત, તલવારબાજીના સીનમાં ઘાયલ થતાં માથા પર લેવામાં આવ્યા અનેક ટાંકા....
X

ફિલ્મના શૂટિંગ દરમિયાન સંજય દત્ત ઘાયલ થયો છે. તેના માથામાં કેટલાક ટાંકા પણ આવ્યા છે. સંજય દત્ત બેંગકોકમાં ફિલ્મ 'ડબલ આઈસ્માર્ટ'નું શૂટિંગ કરી રહ્યો હતો. એક દ્રશ્ય દરમિયાન તેને ઈજા થઈ હતી. ત્યાંથી તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. ઈજા એટલી ઊંડી નહોતી, છતાં તેને ટાંકા લેવા પડ્યા. જો કે, વ્યાવસાયિક પ્રતિબદ્ધતાઓને લીધે, સંજયે હોસ્પિટલમાંથી પાછા ફર્યા પછી શૂટિંગ ચાલુ રાખ્યું. ગયા અઠવાડિયે સંજય તેની ફિલ્મ 'ડબલ આઈસ્માર્ટ'ના શૂટિંગ દરમિયાન ઘાયલ થયો હતો. એક સીનમાં, તલવારથી લડતા તેને માથા પર વાગ્યું. ઘાયલ થયા બાદ તેને ત્યાંથી તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. સંજયને એપ્રિલમાં કન્નડ ફિલ્મ કેડીના શૂટિંગ દરમિયાન પણ ઈજા થઈ હતી. સારવાર બાદ તેણે ત્યાં પણ શૂટિંગ કરવાનું ચાલુ રાખ્યું. સંજય દત્ત છેલ્લા કેટલાક સમયથી એક અથવા બીજી મુશ્કેલીમાં ફસાઈ રહ્યો છે. ચાર મહિનામાં તેને બે ઈજા થઈ. 3 વર્ષ પહેલા તેમને કેન્સર જેવો જીવલેણ રોગ થયો હતો. જોકે તેણે આ યુદ્ધમાં મૃત્યુ સાથે જીત મેળવી હતી.

Next Story