Connect Gujarat
મનોરંજન 

શાહરુખ ખાનની ફિલ્મ જવાને પહેલા દિવસે કરી બમ્પર કમાણી, ગદર 2 સહિત અનેક ફિલ્મોને પછાડી....

શાહરુખ ખાનની ફિલ્મ જવાને રિલીઝના પહેલા જ દિવસે ઇતિહાસ રચ્યો છે. આ ફિલ્મ અત્યાર સુધીની સૌથી મોટી ઓપનિંગ કરનારી ફિલ્મ બની ગઈ છે.

શાહરુખ ખાનની ફિલ્મ જવાને પહેલા દિવસે કરી બમ્પર કમાણી, ગદર 2 સહિત અનેક ફિલ્મોને પછાડી....
X

શાહરુખ ખાનની ફિલ્મ જવાને રિલીઝના પહેલા જ દિવસે ઇતિહાસ રચ્યો છે. આ ફિલ્મ અત્યાર સુધીની સૌથી મોટી ઓપનિંગ કરનારી ફિલ્મ બની ગઈ છે. આ સાથે શાહરૂખ ખાનના નામે એક રેકોર્ડ પણ નોંધાયો છે. ફિલ્મ જવાન 7 સપ્ટેમ્બર એટલે કે જન્માષ્ટમીના દિવસે સિનેમાઘરોમાં રીલીઝ થઈ હતી. ત્યારે ફિલ્મનો શરૂઆતનો દિવસ શાનદાર રહ્યો છે. તેને કમાણીના મામલે ઇતિહાસ રચ્યો છે. જવાને પહેલા જ દિવસે બમ્પર કમાણી કરીને ગદર 2 સહિત 10 ફિલ્મોના પ્રથમ દિવસના કલેકસનને પાછળ છોડી દીધું છે. શાહરુખ ખાનની ફિલ્મ જવાને પહેલા દિવસે દેશમાં 70 કરોડ અને વિશ્વભરમાં 120 રૂપિયાની કમાણી કરી છે. જવાન ફિલ્મે 10 એવિ ફિલ્મ પઠાણ, KGF ચેપટર 2, વોર, ઠ્ગ્સ ઓફ હિંદુસ્તાન, હેપી ન્યુ યર, બાહુબલી 2, પ્રેમ રતન ધન પાયો, ગદર 2, સુલ્તાન અને પઠાણને પણ પછાળ છોડી દીધી છે.

Next Story