Connect Gujarat
મનોરંજન 

વિક્રાંત મેસીએ વેલેન્ટાઈન ડે પર ગર્લફ્રેન્ડ શીતલ ઠાકુર સાથે રજીસ્ટર લગ્ન કર્યા

મનોરંજનની દુનિયામાં આજકાલ લગ્નની ધૂમ ચાલી રહી છે. ગયા વર્ષે જ્યાં સ્ટાર કપલ વિકી કૌશલ અને કેટરીના કૈફે લગ્ન કર્યા હતા. તો નવું વર્ષ શરૂ થતાંની સાથે જ ટીવી અભિનેત્રી અંકિતા લોખંડે, મોની રોય, કરિશ્મા તન્ના જેવી અભિનેત્રીઓએ પણ તેમના લાંબા સંબંધો બાદ લગ્ન કરી લીધા છે.

આ દરમિયાન હવે મિર્ઝાપુર ફેમ એક્ટર વિક્રાંત મેસીએ પણ તેની ગર્લફ્રેન્ડ શીતલ ઠાકુર સાથે ગુપ્ત રીતે લગ્ન કરી લીધા છે. મીડિયા અહેવાલો અનુસાર, અભિનેતાએ વેલેન્ટાઇન ડેના ખાસ અવસર પર તેની લાંબા સમયની ગર્લફ્રેન્ડ શીતલ ઠાકુર સાથે લગ્ન કર્યા. આ યુગલે તેમના વર્સોવાના મકાનમાં રજીસ્ટર મેરેજ કર્યા છે. આ પ્રસંગે વિક્રાંત અને શીતલના પરિવારના સભ્યો ઉપરાંત બંનેના નજીકના મિત્રો પણ હાજર હતા. વિક્રાંત અને શીતલે આ લગ્ન ખૂબ જ ગુપ્ત રીતે કર્યા હતા. રિપોર્ટ અનુસાર, કપલે થોડા દિવસ પહેલા જ લગ્નની તારીખ નક્કી કરી હતી. જે બાદ આજે બંનેએ કાયદેસર રીતે એકબીજાને પોતાના સાથી તરીકે પસંદ કર્યા છે. શીતલ અને વિક્રાંતના લગ્ન બાદ તેમના પરિવારજનો ખૂબ જ ખુશ છે. ઉલ્લેખનીય છે કે, વિક્રાંત મેસી અને શીતલ ઠાકુર 2015થી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. આ પહેલા બંનેએ 2019માં ગુપ્ત રીતે સગાઈ કરી લીધી હતી. આ સગાઈ સમારોહમાં માત્ર વિક્રાંત અને શીતલના પરિવારના સભ્યો જ હાજર રહ્યા હતા. આવી સ્થિતિમાં હવે સગાઈની જેમ બંનેએ ચૂપચાપ લગ્ન પણ કરી લીધા છે.

Next Story