EPFના લાભાર્થીઓ માટે ડિજિટલ સુવિધા, ઓન લાઈન ઉપાડી શકાશે નાણાં

New Update
EPFના લાભાર્થીઓ માટે ડિજિટલ સુવિધા, ઓન લાઈન ઉપાડી શકાશે નાણાં

કર્મચારી ભવિષ્ય નિધિ એટલે કે PFના નાણાં ઉપાડવા માટે લાભાર્થીઓ એ કચેરી ના કે જુના ઓર્ગેનાઇઝેશન ના ધકકા નહિ ખાવા પડે કારણ કે ડિસેમ્બર થી પીએફ ના નાણા ઓનલાઇન ઉપાડી શકાશે.

ડિજીટલ ઇન્ડિયા હેઠળ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સરકારની તમામ સેવાઓ ને ઓનલાઇન હેઠળ આવરી લેવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જે અંતર્ગત હવે એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ તેના લાભાર્થીઓ ઓનલાઇન ઉપાડી શકશે.

સુત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ ખાનગી સેક્ટરમાં કામ કરતા કર્મચારીઓ ડિસેમ્બર થી ઓનલાઇન PF ના નાણાં ઉપાડી શકશે. અત્યાર સુધી લાભાર્થી એ પોતાના PF ના નાના ઉપાડવા માટે નોકરી છોડીને બે મહિના ના બાદ તે PF ઉપાડવાની અરજી કરે છે. અને ત્યાર બાદ જરૂરી તેના અરજી પત્રક ભરીને જેતે કંપની કે સેક્ટરમાં આપવાનું હોય છે અને તે અરજી પત્રકમાં તમામ વિગતો ચકાસીને PF ઓફિસમાં જમા કરવામાં આવે છે. અને ત્યારબાદ ની લાંબી વિધિ પછી અરજી કરનાર ના ખાતામાં PF ની રકમ જમા થતી હતી.

જયારે ડિસેમ્બર થી કર્મચારી ભવિષ્ય નિધિ ના સભ્યો એ ઓનલાઇન અરજી કરવાની રહેશે, અને જુની પ્રથા મુજબ ધક્કા ખાવા નહિ પડે. અને ઓનલાઇન જ પ્રોસેશ કરીને સરળતા થી PF ના નાણાં વિથડ્રોલ કરી શકાશે. આ અંગે EPFO દ્વારા પણ તમામ પ્રક્રિયા પણ પૂર્ણ કરી લીધી છે અને PF ના લાભાર્થીઓ ના ડિજીટલ સિગ્નેચર પણ અગાઉ થી જ સબમિટ કર્યા હોવાનું પણ જાણવા મળ્યું છે.