Connect Gujarat
દેશ

મહારાષ્ટ્ર સરકારના મંત્રી મંડળનું આજે વિસ્તરણ, જુઓ કોને કોને મળી શકે છે મંત્રીપદ?

મહારાષ્ટ્ર સરકારના મંત્રી મંડળનું આજે વિસ્તરણ, જુઓ કોને કોને મળી શકે છે મંત્રીપદ?
X

શિવસેના, એનસીપી અને કોંગ્રેસ ગઠબંધન વાળી મહારાષ્ટ્ર વિકાસ આઘાડી સરકારનું પ્રથમ મંત્રીમંડળ વિસ્તરણ આજે થશે. તળ મુંબઈમાં વિધાનભવનના પટાંગણમાં બપોરે 1.00 વાગ્યાથી શપથવિધિ કાર્યક્રમ યોજાશે. મંત્રી મંડળના વિસ્તરણમાં કોને કોને મંત્રીપદ મળે છે અને કયું પદ મળે છે તે માટે સૌને ઉત્સુકતા છે. મંત્રી મંડળમાં શિવસેનાના 13, એનસીપીના 13 અને કોંગ્રેસના 10 મંત્રીઓ શપથ લે તેવી શક્યતાઓ છે.

શિવસેનામાં થી અનિલ પરબ, રવીંદ્ર વાયકર અથવા સુનિલ પ્રભુ, સુનીલ રાઉત, ઉદય સામંત, ભાસ્કર જાધવ અથવા વૈભવ નાઈક, શંભુરાજે દેસાઈ, પ્રકાશ અબિટકર, સંજય શિરસાટ અથવા અબ્દુલ સત્તાર, તાનાજી સાવંત, આશિષ જયસ્વાલ અથવા સંજય રાયમુલકર, બચ્ચુ કડુ, સંજય રાઠોડ, પ્રતાપ સરનાઈક, ગુલાબરાવ પાટીલ, દાદા ભુસે અથવા સુહાસ કાંદેને તક મળવાની સંભાવના છે.

જ્યારે એનસીપીમાં થી અજિત પવાર, દિલીપ વળસે પાટીલ, હસન મુશરીફ, બાળાસાહેબ પાટીલ, દત્તા ભરણે, અનિલ દેશમુખ, જિતેન્દ્ર આવ્હાડ, નવાબ મલિક, ધનંજય મુંડે, રાજેશ ટોપે, ડો. રાજેન્દ્ર શિંગણે, અદિતિ તટકરે, ડો. કિરણ લહામટે, અને કોંગ્રેસમાંથી ઉત્તર મહારાષ્ટ્રમાંથી કે. સી. પાડવી, મરાઠવાડાથી અશોક ચવ્હાણ, અમિત દેશમુખ, પશ્ચિમ મહારાષ્ટ્રથી સતેજ પાટીલ, વિશ્વજિત કદમ, વિદર્ભથી વિજય વડેટ્ટીવાર, યશોમતી ઠાકુર, મુંબઈથી વર્ષા ગાયકવાડ અથવા અમીન પટેલનો સમાવેશ કરવામાં આવે એવી શક્યતા છે.

શિવસેનાના 10 કેબિનેટ અને ત્રણ રાજ્ય મંત્રી, રાષ્ટ્રવાદીના પણ 13 કેબિનેટ અને ત્રણ રાજ્યમંત્રી, જ્યારે કોંગ્રેસના 8 કેબિનેટ અને 2 રાજ્યમંત્રી હશે તેવી સંભાવના છે.

Next Story