Connect Gujarat
ફેશન

કરવા ચોથે સાડી પહેરતા અપનાવો આ ટિપ્સ, મળશે ટ્રેડિશનલ અને યુનિક લુક, સૌ કોઈ કરશે ભરી ભરીને વખાણ.....

હાલ નવરાત્રિની ધામ ધૂમથી ઉજવણી કર્યા બાદ હવે કરવા ચોથ નજીક આવી રહી છે. આ દિવસે મહિલાઓ સાડી અથવા તો ડ્રેસ પહેરવાનું પસંદ કરતાં હોય છે.

કરવા ચોથે સાડી પહેરતા અપનાવો આ ટિપ્સ, મળશે ટ્રેડિશનલ અને યુનિક લુક, સૌ કોઈ કરશે ભરી ભરીને વખાણ.....
X

હાલ નવરાત્રિની ધામ ધૂમથી ઉજવણી કર્યા બાદ હવે કરવા ચોથ નજીક આવી રહી છે. આ દિવસે મહિલાઓ સાડી અથવા તો ડ્રેસ પહેરવાનું પસંદ કરતાં હોય છે. લહેંગાની સાથે ઓઢણી ડ્રેપ કરવી સરળ રહે છે. પણ મહિલાઓ જે સાડી પહેરે છે તેમાં આ દિવસે ખાસ કરીને માથા પર પાલવ રાખીને માથું ઢાંકવાનું હોય છે. આ સમયે ઓઢણી મેશી થઈ જાય છે અને તેને ટકાવી રાખવા માટે અનેક પિન્સની મદદ લેવી પડે છે. જો તમે સાડીની સાથે ઓઢણીથી માથું ઢાંકો છો. તો તમારા માટે કેટલીક ખાસ ટિપ્સ છે જેની મદદથી તમે સરળતાથી આખો દિવસ સુંદર દેખાઈ શકો છો.

આ રીતે પાલવની મદદથી સરળતાથી ઢાંકો તમારું માથું..

· સૌથી પહેલા તો સાડીને ટ્રેડિશનલ નોર્મલ રીતે કેરી કરો.

· આ પછી ખભા પર પાલવની પ્લેટ્સને પિન કરો.

· ઓઢણીને એક તરફથી પ્લેટ્સ બનાવો અને તેની પ્લીટ્સને નીચે સાથે પિનથી ફિક્સ કરો.

· ઓઢણીને એવિ રીતે ફિક્સ કરો કે આખી ઓઢણી ખભાથી નીચેની તરફ લટકી રહે.

· આ પછીની તરત લટકી રહેલી ઓઢણીને એક તરફથી ઉપર લો. અને સરળતાથી પિનની મદદથી સેટ કરો.

· બસ તમારી અલગ સ્ટાઇલની સાડી તમને પરફેક્ક લુક આપશે. આ ગેટઅપથી તમામ લોકો તમારા વખાણ કરશે.

Next Story