Connect Gujarat
ફેશન

વારંવાર બ્લીચ કરવો છો તો થઈ જાઓ સાવધાન...... સ્કિનને થાય છે આ પ્રકારના નુકશાન

વારંવાર બ્લીચ કરવો છો તો થઈ જાઓ સાવધાન...... સ્કિનને થાય છે આ પ્રકારના નુકશાન
X

સામાન્ય રીતે મહિલાઓ ત્વચા પરના ડાર્ક ભાગને છુપાવવા માટે બ્યુટી પાર્લરમાં જઈને બ્લીચ કરાવતી હોય છે. બ્લીચ કરવાથી સ્કીન સાફ થઈ જાય છે અને સાથે સાથે ગ્લો આવે છે. આ સાથે જ તમારા અણગમતા વાળને ગોલ્ડન કરવાનું કામ કરે છે. આ કારણે તમારો ફેશ મસ્ત લાગે છે. પરંતુ તમે વારંવાર બ્લીચ કરવો છો તો એ તમારી સ્કીન માટે નુકશાનકારક છે. ઘણા લોકોની સ્કીન ખૂબ જ સેન્સિટિવ હોય છે. આ ટાઈપની સ્કિનને અનેક ગણું નુકશાન થાય છે. તો જાણો બ્લીચ કરવાથી શું નુકશાન થાય છે.

બ્લીચ કરવાથી શું નુકશાન થાય છે

હેલ્થલાઇન ડોટકોમમાં છાપેલી ખબર અનુસાર ઘણી વાર બ્લીચમાં એવા તત્વો અને કેમિકલ રહેલા હોય છે. જે ત્વચા પર શુટ થતાં નથી. આમાં મરક્યુરી હોય છે અને જો વધારે પ્રમાણમાં ઉપયોગ કરો તો સ્કિનને નુકસાન થાય છે.

આમ તમને જણાવી દઈએ કે જે લોકોની સ્કીન સેન્સિટિવ હોય છે તે લોકોએ બ્લીચ કરાવતા પહેલા પાર્લરમાં પોતાના સ્કિનટોન પ્રમાણે જણાવવું અને સારી ક્વોલિટીની પ્રોડક્ટ યુઝ કરવી. મરક્યુરીથી ત્વચા સુન પડી શકે છે. આ સાથે જ ઇચિંગની સમસ્યા પણ થઈ શકે છે. આમ હાઇ બ્લડ પ્રેશર પણ થઈ શકે છે. જેના કારણે સેન્સિટિવિટી વધી જાય છે.

સ્કિન બ્લીચિંગ પ્રોડક્ટનો ઉપયોગ વધારે કરવાથી કોન્ટેક ડરમેટાઇટીસ પણ થઈ શકે છે. આ એક પ્રકારનું સ્કિનનું ઇન્ફેકશન છે. જે ખાસ કરીને પદાર્થોના સંપર્કમાં આવવાથી થાય છે. આમાં સ્કિન લાલ થવી, ફોલ્લીઓ થવી, સ્કિન અલ્સર, ડ્રાય સ્કિન, સોજો આવવો, ખંજવાળ તેમજ બળતરા જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે.

આમ તમે વારંવાર અને મહિનામાં 2 થી 3 વાર બ્લીચ કરવો છો તો આ છોડી દો. ખાસ કરીને જેની સ્કિન સંવેદનશીલ હોય તેને આના ઉપયોગથી બચવું જોઈએ. બ્લીચમાં રહેલું કેમિકલ નુકશાન કરી શકે છે.

દરેક વ્યક્તિએ મહિનામાં એક વાર બ્લીચ કરાવવું જોઈએ અને એમાં પણ તમને ખાસ તેની જરીરિયાત હોય તો જ કરવો. કયારેય પણ 15 દિવસમાં એક વાર બ્લીચ કરાવશો નહિ.

Next Story