Connect Gujarat
ફેશન

આપણા ઘરમાં જ અનેક વસ્તુઓ છે જેનાથી ત્વચામાં ચમક લાવી શકીએ; જાણી લો ઉપાય

આપણા ઘરમાં જ અનેક વસ્તુઓ છે જેનાથી ત્વચામાં ચમક લાવી શકીએ; જાણી લો ઉપાય
X

આપણા શરીર માટે તો દહીં સારું છે જ પરંતુ તમને ખબર છે કે દહીંથી તમે તમારી ત્વચામાં નિખાર પણ લાવી શકો છો. તમે સિલ્કી અને સ્મૂધ ત્વચા ઈચ્છો છો તો દહીંનો પ્રયોગ ઉત્તમ પરિણામ આપશે. દહીં શરીરને પ્રાકૃતિક રીતે ભેજ પૂરો પાડશે. જો ત્વચા ટેન થઈ ગઈ હોય તો ત્યાં દહીં બ્લીચનું કામ કરશે. ચરબીયુક્ત દહીં શરીરને પ્રાકૃતિક રીતે ભેજ પૂરો પાડે છે. જો ત્વચા પર નિયમિત રીતે દહીં લગાવવામાં આવે તો તે ત્વચાનું પીએચ લેવલ પણ બેલેન્સ કરે છે. તો આવો જાણીએ કે દહીંના કયા કયા પ્રયોગ કરી શકાય છે.

દહીં લોશન: રોજ એક ચમચી દહીંમાં સુગંધિત તેલ મિક્સ કરીને ન્હાતા પહેલાં તમારા શરીર પર લગાવો. આનાથી સ્કિન ડેમેજ કે ડ્રાય નહીં થાય અને તેના પર લાલ ચકામા પણ નહીં રહે. ઉપરથી તે મોઈશ્ચર, ચમકીલી અને કોમળ દેખાશે.

સ્ક્રબ: દહીંના એક વાડકામાં ખાંડ, હળદર અને એલોવીરા જેલ મિક્સ કરો. હળદર ત્વચા માટે એન્ટીસેપ્ટીકનું કામ કરે છે અને ખાંડ સ્ક્રબિંગનું. એલોવીરાથી ત્વચા કોમળ બને છે. તમે ઈચ્છો તો દહીંના આ મિશ્રણમાં જવનો લોટ પણ મિક્સ કરી શકો છો. આ મિશ્રણને નિયમિત ધોરણે ત્વચા પર લગાવતા રહો. ત્વચામાં એક અલગ જ ચમક જોવા મળશે.

દહીં બોડી માસ્ક: પ્રાકૃતિક બોડી માસ્ક બનાવવા માટે ગાજરનો રસ, કેસર,મધ અને દહીં મિક્સ કરો. આ પેસ્ટને ન્હાતા પહેલાં શરીર પર ત્યાં સુધી લગાવેલી રાખો જ્યાં સુધી તે સુકાઈ ન જાય. આનાથી ત્વચા કોમળ અને ચમકીલી બનશે.તમે ઈચ્છો તો દહીંમાં ફૂદીનાનો રસ પણ મિક્સ કરી શકો છો. આમ કરવાથી તમારી ત્વચા પરના બેક્ટેરિયાનો નાશ થશે અને તમે અત્યંત તાજગી અનુભવશો.

આફટર શેવ ક્રીમ: દહીંમાં કાકડીનો રસ મિક્સ કરો અને આ પેસ્ટને શેવ કર્યા બાદ ચહેરા પર લગાવીને થોડીવાર રહેવા દો. ત્યારબાદ તેને પાણીથી ધોઈ નાંખો. આના પ્રયોગથી ત્વચા કોમળ બને ચે અને જો બળતરા થતી હોય તો તેમાં રાહત મળે છે.

Next Story