Connect Gujarat
Featured

હવામાન વિભાગની આગાહી: દેશના 10 રાજ્યોમાં વધશે ઠંડી, વરસાદ પણ પડશે

ભારતીય હવામાન વિભાગે (IMD) કેટલાક રાજ્યોમાં હળવા વરસાદ અને ઠંડીની લહેર ચાલવાને લઈને એલર્ટ જારી કર્યુ છે

હવામાન વિભાગની આગાહી: દેશના 10 રાજ્યોમાં વધશે ઠંડી, વરસાદ પણ પડશે
X

ભારતીય હવામાન વિભાગે (IMD) કેટલાક રાજ્યોમાં હળવા વરસાદ અને ઠંડીની લહેર ચાલવાને લઈને એલર્ટ જારી કર્યુ છે. હવામાન વિભાગે કહ્યું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 16 ડિસેમ્બરે હળવા વરસાદની શક્યતા છે. આ સાથે હવામાન વિભાગના કેટલાક રાજ્યોમાં ભારે ઝાકળની ચેતવણી આપવામાં આવી છે.

IMDએ કહ્યું કે પંજાબમાં 20 ડિસેમ્બર સુધી અને હરિયાણા, ચંદીગઢ અને ઉત્તરી રાજસ્થાનમાં 18થી 20 ડિસેમ્બર સુધી ઠંડીની લહેર ચાલવાની આશંકા છે. આ સાથે IMDએ 16 અને 17 ડિસેમ્બરે સવારના સમયે પંજાબ, આસામ, મેઘાલય, મણિપુર, નાગાલેન્ડ, ત્રિપુરા અને મિઝોરમના અલગ અલગ ભાગોમાં ભારે ઝાકળ પડવાની પણ ચેતવણી આપી છે. આગલા 3 દિવસ દરમિયાન પશ્ચિમ હિમાલયી વિસ્તારમાં હળવો વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત 16 ડિસેમ્બરની આસપાસના મેદાનમાં હળવો વરસાદ થઈ શકે છે. જ્યારે ઉત્તરાખંડમાં 16થી 17 ડિસેમ્બરે વરસાદ અને બરફ વરસાદ થઈ શકે છે. આની સાથે હવામાન વિભાગે આશંકા વ્યક્ત કરી છે કે પંજાબ, હરિયાણા અને પશ્ચિમ યુપીમાં વાદળા છવાયેલા રહેશે અને હળવો વરસાદ થશે.

Next Story