બુથ પર થઇ મારામારી : અમદાવાદ વિરમગામમાં જુથ અથડામણનો મામલો

0

ગુજરાતમાં સવારથી નગરપાલિકા અને જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીઓ માટેનું મતદાન થઈ રહ્યું છે. ત્યારે વિરમગામ નગરપાલિકાની ચૂંટણી દરમિયાન બે જૂથ વચ્ચે મારામારી થઈ છે. મારામારી અને પથ્થરમારો થતાં ભાગદોડ મચી ગઈ હતી. વિરમગામના એમ જે હાઈસ્કૂલના મતદાન મથક પાસે મારમારીનો બનાવ બન્યો હતો.

બે જૂથ વચ્ચે મારામારી થી હતી. પોલીસે દરમિયાનગીરી કરતા બંને જૂથો મતદાન મથકથી દૂર થયા હતા. જોકે, હજુ પણ બબાલ ચાલું છે. એક યુવકને માથાના ભાગે પથ્થર વાગતા તેને 108 મારફત હોસ્પિટલ લઈ જવાયો છે.

લોકોએ ધારાસભ્ય લાખા ભરવાડના માણસોએ મારામારી કરી હોવાનો આક્ષેપ લગાવ્યો છે. એટલું જ નહીં, બોગસ મતદાનના આરોપ સાથે મારામારી થઈ હોવાનો આક્ષેપ પણ લગાવવામાં આવી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here