જમ્મુ અને કાશ્મીરમાં આવેલા પહેલગામ ખાતે ગત વર્ષે થયેલા હૃદયદ્રાવક આતંકવાદી હુમલાને આજે એક વર્ષ પૂરું થયું છે.22 એપ્રિલ 2025ના રોજ બનેલી આ ઘટના દેશ માટે એક ક્યારેય ના ભુલાય તેવી ઘટના બનીને રહી ગઈ છે.હુમલાની પ્રથમ વરસીને ધ્યાનમાં રાખીને સમગ્ર કેન્દ્રશાસિત પ્રદેશમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સુરક્ષા એજન્સીઓએ સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને કડક પગલાં લીધા છે અને દરેક સંવેદનશીલ વિસ્તારમાં સતર્કતા વધારી છે.

હુમલાની વરસીને લઈને જમ્મુ અને કાશ્મીરભરમાં સુરક્ષા દળોને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. ગુપ્તચર એજન્સીઓ પાસેથી મળેલા ઈનપુટ અનુસાર આતંકવાદી સંગઠનો કોઈ મોટા હુમલાની યોજના બનાવી રહ્યા હોઈ શકે છે.

આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સેનાના જવાનોપોલીસ અને અર્ધલશ્કરી દળો રાજ્યના દરેક ખૂણે ચુસ્ત દેખરેખ રાખી રહ્યા છે. મુખ્ય માર્ગોશહેરો અને ગામડાઓમાં પણ સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવામાં આવી છે. પહેલગામ હુમલાની પહેલી વરસી નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર આતંકી હુમલામાં જીવ ગુમાવનારને યાદ કરીને શ્રદ્ધાંજલિ આપી હતી.