Connect Gujarat
Featured

ગાંધીનગર: રાજ્યમાં વધતી આગની ઘટનાને લઇ CM વિજય રૂપાણીની મહત્વની જાહેરાત

ગાંધીનગર: રાજ્યમાં વધતી આગની ઘટનાને લઇ CM વિજય રૂપાણીની મહત્વની જાહેરાત
X

રાજ્યમાં હોસ્પિટલો, ફેકટરીઓમાં આગ લાગવાનો યથાવત્ સિલસિલો છે ત્યારે ફાયર સેફ્ટીને લઇ CM રૂપાણીએ મહત્વની જાહેરાત કરી છે. CMએ કહ્યું કે, ગુજરાત ઔધોગિક વાણિજ્ય અને રોલ મોડલ વાળું ગુજરાત છે. લોકોની સુરક્ષા આપણી જવાબદારી છે. તેથી ફાયર રેગ્યુલેશન સિસ્ટમ સુવ્યવસ્થિત બનાવાશે.

CMએ કહ્યું કે, આખા દેશમાં ગુજરાતે ફાયરને લઇ સિસ્ટમ તૈયાર કરી છે. ફાયર બ્રિગેડ આપણે ત્યાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ સંભાળે છે. આપણે ફાયરના સાધનો સરકારની ગ્રાન્ટથી આપીએ છીએ. ફાયરને લઇ આખી વ્યવસ્થા કરવાનું રાજ્ય સરકારે નક્કી કર્યું છે. રાજ્યભરમાં સ્ટાફને ટ્રેનિંગ અને સુવિધા અપાશે. ફાયર દુર્ઘટના નિયંત્રિત કરવા ખાસ નિયમો બનાવ્યા છે. જેનું 26મી જાન્યુઆરીએ અમલીકરણ થશે.

Next Story