Connect Gujarat
Featured

ગાંધીનગર : એલઆરડીની ભરતીમાં પુરૂષ ઉમેદવારોને અન્યાય, જુઓ સરકારને શું કહયું

ગાંધીનગર : એલઆરડીની ભરતીમાં પુરૂષ ઉમેદવારોને અન્યાય, જુઓ સરકારને શું કહયું
X

રાજયમાં એલઆરડીની ભરતીમાં પુરુષ ઉમેદવારોએ તેમની સાથે અન્યાય થયો હોવાની રાવ સાથે ગાંધીનગરમાં ધરણા શરૂ કરી દીધાં હતાં. તંત્રની મંજુરી લીધા સિવાય ધરણા પર બેઠેલાં જવાનોને પોલીસે ટીંગાટોળી કરી હટાવતાં રોષ ફાટી નીકળ્યો હતો. તેમણે સરકારને કહયું હતું કે, અમારી માંગણીઓ ખોટી હોય તો અમને આતંકવાદી જાહેર કરી ગોળી મારી દો…

રાજયના પાટનગર ગાંધીનગરમાં સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન ખાતે LRD પુરૂષ ઉમેદવારો ભરતીમાં પુરૂષ ઉમેદવારોને અન્યાયના આક્ષેપ સાથે ધરણા કરી રહ્યા છે. 200થી વધુ LRD ઉમેદવારો દ્વારા બેનર સાથે સુત્રોચ્ચાર કર્યા હતા. અનેક રજૂઆતો છતા પરિણામ ન આવતા રોષ જોવા મળ્યો હતો. મંજૂરી વગર જ ધરણા કરતા પોલીસે અટકાયત કરી હતી..ઉમેદવારો ધરણાની જગ્યા છોડવા તૈયાર નહોતા પોલીસે મહા મહેનતે ટીંગા ટોળી કરીને ઉમેદવારોને હઠાવ્યા હતાં. તેમણે જોર જોરથી સૂત્રોચ્ચાર કર્યા હતા કે અમે ખોટા હોઈએ તો અમને ગોળીએ દો. લોકરક્ષક દળની ભરતીને સંપૂર્ણપણે ફરીથી કરવા 187 ઉમેદવારોએ હાઈકોર્ટમાં રીટ કરી છે. LRDની ભરતીમાં 12 હજારથી વધુ ઉમેદવારોની નિમણૂંક રદ કરવાની પણ માંગ છે.

Next Story