New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/12/02144355/maxresdefault-15.jpg)
ગાંધીનગરમાં રવિવારે થર્મલ પાવર સ્ટેશનના યુનિટ એક અને બેના કુલિંગ ટાવર કન્ટ્રોલને બ્લાસ્ટ કરીને તોડી પડાયા હતા. કુલિંગ ટાવરને બ્લાસ્ટિંગ ઈમ્પોલઝન ટેક્નિકથી તોડવામાં આવ્યા હતા.
બ્લાસ્ટના પગલે તંત્રએ નાના પથ્થર 150 મીટરના ઘેરાવમાં ઉડવાની શક્યતાને કારણે લોકોને ઈજા પહોંચવાની શક્યતાજોતા એડવાઈઝરી પણ જારી કરી હતી. તકેદારીના ભાગરૂપે રસ્તાઓ બંધ કરી દેવાયા હતા. વિસ્ફોટ સમયે આસપાસના રહીશઓએ પોતાના ઘરના બારી-બારણાં બંધ કરી ઘરમાંથી બહાર નીકળીને સુચવેલી સુરક્ષિત જગ્યાએ જવા કહેવામાં આવ્યું હતું. તેમજ આ વિસ્તારના રહેતા લોકોએ પોતાના વાહનોને નુકસાન ન પહોંચે તે માટે સુરક્ષિત જગ્યાએ ખસેડી દેવા કહેવાયું હતું.