Connect Gujarat
Featured

સોમનાથ : ખેડુત દીઠ 125ની જગ્યાએ માત્ર 25 મણ ચણા ખરીદશે સરકાર, ધરતીપુત્રોમાં રોષ

સોમનાથ : ખેડુત દીઠ 125ની જગ્યાએ માત્ર 25 મણ ચણા ખરીદશે સરકાર, ધરતીપુત્રોમાં રોષ
X

ખેડુતો પાસેથી 125 મણની જગ્યાએ માત્ર 50 મણ જ ચણાની ખરીદી કરવાના સરકારના નિર્ણય સામે જગતના તાતમાં રોષ જોવા મળી રહયો છે.

ગીર સોમનાથ જિલ્લાના પાંચ એપીએમસી પર ચણાની સરકારી ખરીદીનો પ્રારંભ થયો છે તો બીજી તરફ ખરીદીના પ્રારંભે જ સરકાર દ્વારા ખાતા દીઠ ૧રપ મણ ની જગ્યાએ ખાતા દીઠ પ૦ મણની ખરીદી કરવાનો નિયમ લાવવામાં આવતાં ખેડુતોમાં રોષ ફેલાયો છે. જિલ્લા પુરવઠા અધિકારી સુશીલ પરમારે જણાવ્યું કે ગીર સોમનાથ જિલ્લા માં 21,616 ખેડૂતોએ ચણાના વેચાણ માટે રજીસ્ટ્રેશન કરાવેલું છે. જે અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ, તાલાલા, સુત્રાપાડા, કોડીનાર અને ઉના એપીએમસી ખાતે ટેકાના ભાવથી ખરીદીની શરૂઆત થઈ છે.

ચણાની ટેકાના ભાવે ખરીદી તો શરૂ કરવા માં આવી છે પરંતુ ખાતા દીઠ 125 મણની જગ્યાએ ખાતા દીઠ 50 મણની ખરીદી કરવાનો નિયમ આવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ત્યારે આ નિયમમાં ફેરફાર કરી ખાતા દીઠ વધારો કરવાની માંગ ઉઠી છે. ખેડુતોનું કહેવું છે એક તરફ ચણાનું મબલખ ઉત્પાદન થયું છે તો બીજી તરફ સરકાર દ્વારા ગત વર્ષ કરતા પણ અડધી ખરીદી ની જાહેરાત કરી ખેડુતોની મજાક કરી છે.સરકારના આ નિર્ણયથી ખેડુતોને તેની ઉપજ મજબુરીના કારણે વેપારીઓને નીચા ભાવે વેચવાની ફરજ પડશે.

ગીર સોમનાથ જીલ્લાના છ તાલુકાઓમાં કુલ 89,572 હેકટરમાં વિવિધ પાકોનું વાવેતર કરાયું છે. જેમાં ચણાનું વાવેતર 24,570 હેકટરમાં ચણાનો પાક વાવવામાં આવ્યો છે. ચણાની ખરીદી માટે ઉના યાર્ડ માં 1821 ખેડૂતો, કોડીનાર માં 2320, ગીરગઢડા માં 3444, તાલાલા માં 3582, પાટણ-વેરાવળ માં 4196 તેમજ સુત્રાપાડા માં 4990 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. ગત વર્ષની સરખામણીએ ચણાનું ઉત્પાદન વધારે થયું છે જેની સામે સરકારે ઓછી ખરીદીનો નિર્ણય લેતાં જગતના તાતની વર્ષની મહેનત પર પાણી ફરી વળે તેવા સંજોગો ઉભાં થયાં છે.

Next Story