આપ જયારે એક પ્રોડયુસર હોવ કે એક દિગ્દર્શક, તમે બનાવેલી ફિલ્મ દર્શકોને જકડી રાખે અને સિનેમાગૃહમાં ફિલ્મ જોઇને બહાર નીકળતા દર્શકો કહે વાવ, એકદમ સુપર્બ મુવી ત્યારે તમારી ખુશીની બસ કલ્પના કરવી પણ મુશ્કેલ છે. બસ કઇ આવું જ જોવા મળ્યું અમદાવાદના સિનેપોલીસ મલ્ટીપ્લેકસ ખાતે અને સોનેરી અવસર હતો ગુજરાતી ફિલ્મ ઇન્ડસટ્રીઝની સ્પોટર્સ આધારિત પ્રથમ ફિલ્મ ગુજરાત-11ના પ્રિમિયરનો.
અંકલેશ્વરની પ્રોલાઇફ એન્ટરટેઇન્મેન્ટ, એચ.જી.પિકચર્સ અને વાય.ટી.ક્રિએશનની ફિલ્મ ગુજરાત-11ની દર્શકો આતુરતાથી રાહ જોઇ રહયાં હતાં.ફિલ્મ સિનેમાગૃહોમાં આવે તે પહેલાં જ દર્શકોમાં ભારે ઉત્કંઠા જગાવી ચુુકી હતી. અને તેનું કારણ હતું સ્પોટર્સ આધારિત ગુજરાતની પ્રથમ ફિલ્મ, બોલીવુડની સ્ટાર ડેઇઝી શાહની પ્રથમ ગુજરાતી ફિલ્મ અને ઢોલીવુડની સૌથી ખર્ચાળ ગણી શકાય તેવી ફિલ્મ. કઇ કેટલા એવા કારણો છે કે જેનાથી ગુજરાત-11 ફિલ્મની દર્શકો આતુરતાથી રાહ જોઇ રહયાં હતાં.
29મીએ શુક્રવારના રોજ ફિલ્મ સિનેમાગૃહોમાં પ્રદર્શિત થાય તે પહેલાં અમદાવાદના સિનેપોલીસ ખાતે ફિલ્મનો પ્રિમિયર યોજવામાં આવ્યો હતો. ફિલ્મના પ્રોડયુસર એમ.એસ.જોલી, હરેશ પટેલ, યશ શાહ, કો- પ્રોડયુસર કરણ જોલી,પબ્લીસીટી ડીરેકટર યોગેશ પારીક, ફિલ્મની અભિનેત્રી ડેઇઝી શાહ, દિગ્દર્શક જયંત ગીલાટર સહિત નામી કલાકારો અને મહેમાનો મોટી સંખ્યામાં હાજર રહયાં હતાં. ગુજરાત-11 ફીલ્મે શરૂઆતથી જ દર્શકોને તેમની સીટ પર જકડી રાખ્યાં હતાં અને જેમ જેમ ફિલ્મ આગળ વધતી ગઇ તેમ તેમ દર્શકોનો રોમાંચ વધી ગયો હતો અને ફીલ્મ જોયા બાદ દર્શકોના મુખમાંથી એક જ શબ્દ સાંભળવા મળ્યો હતો અને તે હતો એકદમ સુપર્બ મુવી.. પ્રિમિયરની શરૂઆતમાં અભિનેત્રી ડેઇઝી શાહે ગુજરાત-11 ફીલ્મનો મશહુર ડાયલોગ ટાંકતા જણાવ્યું હતું કે, ગોલકિપરની નજર હંમેશા સ્ટ્રાઇકરની આંખ અને પગ પર હોવી જોઇએ. ગુજરાત-11 ફિલ્મ વિશે વધુ દર્શકોનો પ્રતિભાવ કેવો રહયો આવો સાંભળીએ…..