Connect Gujarat
ગુજરાત

ગુજરાત એસ.ટી. નિગમ બની રહ્યું છે હાઈટેક, કર્મચારીઓ GPS લોકેશનથી પુરાવશે હાજરી

ગુજરાત એસ.ટી. નિગમ બની રહ્યું છે હાઈટેક, કર્મચારીઓ GPS લોકેશનથી પુરાવશે હાજરી
X

આગામી સમયમાં આવી રહેલા દિવાળી તહેવારને અનુલક્ષીને એસ.ટી. નિગમ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો

જેમ જેમ દિવાળીનો સમય નજીક આવી રહ્યો છે તેમ તેમ હવે રાજ્યનું વાહન વ્યવહાર નિગમ(ગુજરાત એસટી) તંત્ર પણ મુસાફરોને પુરતી સુવિધા અને બસ સેવા પુરી પાડવા માટે તત્પર બની ગયું છે. કેટલાંક રૂટ ઉપર વધારાની ટ્રીપો દોડાવી લોકોને સુવિધા પુરી પાડવાનું પણ સુચારૂ આયોજન કરી દેવામાં આવ્યું છે. જેના પગલે હવે એસટી નિગમના તમામ કર્મચારીઓએ પોતાની હાજરી પૂરાવવા માટે જીપીએસ લોકેશન શેર કરવું પડશે.

વિભાગીય નિયામક-પરિવહન અધિકારી અને તમામ ડેપો મેનેજરે લોકેશન આપવા પડશે. તમામ લોકોએ સવારે અને સાંજ એમ બન્ને ટાઈમ હાજરી પૂરાવવી પડશે. જે અંગેનો આજે ખાસ પરિપત્ર પણ જારી કરવામાં આવ્યો છે.

એસટી નિગમનાં કર્મચારીઓએ હાજરી પુરાવવા વોટ્સએપ નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે. દીવાળીનો સમય નજીક આવ્યો છે. ત્યારે આ સમયગાળા દરમિયાન બહોળા પ્રમાણમાં એસટી સેવાનો મુસાફરો ઉપયોગ કરશે. તેની સ્થિતીને ધ્યાનમાં રાખીને મોનિટરિંગની કામગીરી કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

વિભાગના તમામ અધિકારીઓના જીએપીએસ લોકેશન આધારીત હાજરીની ચકાસણી કરવામાં આવશે. જેમાં વિભાગીય નીયામક, વિભાગીય પરિવહન અધિકારી, વિભાગીય યાંત્રીક ઈજનેર, સહિત તમામ ડેપો મેનેજરોએ જીપીએસ લોકેશન સવારે 09:00 કલાકે તેમજ સાંજે 19:00 કલાકે વ્હોટ્સઅપ નંબર 7226990424 પર ફરજિયાત મોકલવાના રહેશે.

Next Story