અમદાવાદ : હાર્દિક પટેલના ગઢ વિરમગામમાં પહોચી કનેક્ટ ગુજરાતની ટીમ, જાણ્યો મતદારોનો મિજાજ...

વિરમગામ બેઠક પરથી જામશે ચૂંટણીમાં રસપ્રદ જંગ, કનેક્ટ ગુજરાતની ટીમ પહોચી અમદાવાદના વિરમગામ

New Update
અમદાવાદ : હાર્દિક પટેલના ગઢ વિરમગામમાં પહોચી કનેક્ટ ગુજરાતની ટીમ, જાણ્યો મતદારોનો મિજાજ...

રાજ્યમાં ચૂંટણીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે, ત્યારે માત્ર શહેરી વિસ્તાર જ નહીં પણ ગ્રામ્ય વિસ્તારમાં પણ ચૂંટણીનો માહોલ સર્જાયો છે. પાટીદાર આંદોલન ચર્ચિત ચહેરો અને અત્યારે ભાજપના યુવા નેતા હાર્દિક પટેલ પણ વિરમગામ વિધાનસભા બેઠકની ચૂંટણી મેદાનમાં છે. અમદાવાદથી ૬૦ કિલોમીટર દૂર આવેલ વિરમગામ એક વિકસિત ટાઉન છે. આ વિસ્તારમાં ગટર, પાણી રસ્તા અને વીજળી જેવી અનેક પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળે છે. આ બેઠક પર છેલ્લા ૧૦ વર્ષથી કોંગ્રેસનો દબદબો છે. વર્ષ ૨૦૧૨માં કોંગ્રેસ તરફથી ડો. તેજશ્રી પટેલ આ બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા. પણ ૨૦૧૫ બાદ તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપી તેઓ ભાજપની વિચારધારા સાથે જોડાય હતા. ૨૦૧૭ માં કોંગ્રેસના લખાભાઈ ભરવાડે ભાજપના તેજશ્રી પટેલને હરાવી આ બેઠક કબજે કરી હતી. છેલ્લા ૫ વર્ષમાં અ વિસ્તારના લોકો હવે પરિવર્તન માંગે તેવી શક્યતા છે. ભાજપે આ બેઠક કબજે કરવા પોતાનું એડી ચોટીનું જોર લગાવ્યું છે. તો હાર્દિક પટેલ પણ પોતાના વતનમાં ભાજપની વાપસી માટે રાત દિવસ એક કરી રહ્યા છે, ત્યારે કનેક્ટ ગુજરાતની ટીમે પણ વિરમગામ બેઠકની સ્થિતિનો તાગ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.

રાજ્યનું સૌથી મોટું મહાનગર અમદાવાદ સ્માર્ટ સિટી તરીકે ઓળખાય છે, પણ અમદાવાદ નજીક આવેલું વિરમગામ અને તેના ગ્રામ્ય વિસ્તારો આજે પણ પછાત છે. ગ્રામ્ય વિસ્તારોમાં કાચા રસ્તાઓ, ઘુળની ડમરીઓ, ખેડૂતોને સિંચાઈ માટે પાણીની સમસ્યા અને સ્વચ્છતા સૌથી મોટા મુખ્ય મુદ્દાઓ છે. ગ્રામ્ય વિસ્તારની જનતાનું પણ કહેવું કે, છેલ્લા ૧૦ વર્ષમાં અહી કોઈ વિકાસ થયો નથી, પણ અમે આ વખતે આશા રાખીએ છીએ કે, હાર્દિક પટેલ અહીથી જીતે અને અમારી સમસ્યાઓનું સમાધાન કરે. વિરમગામ બેઠક પર નળકાંઠાના ગ્રામ્ય વિસ્તાર વર્ષોથી અવિકસિત છે, ત્યારે ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલે વિરમગામને જિલ્લો બનાવવા અને દરેક પ્રકારની સુવિધા આપવા માટેના અનેક વચનો આપ્યા છે, ત્યારે હવે આ આ બેઠક પર ચુંટણીનો જંગ રસપ્રદ બન્યો છે.

Latest Stories