Connect Gujarat
ગુજરાતની ચૂંટણીની ગપશપ

અમરેલી: આ બેઠકની ચૂંટણી પર છે સમગ્ર રાજ્યની નજર, જુઓ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કેવી છે ટક્કર

પરેશ ધાનાણીએ ભાજપના દિગ્ગજ ગણાતા દિલીપ સંઘાણી, પરસોતમ રૂપાલા અને બાવકુ ઉંઘાડને પરાજીત કરીને જાયન્ટ કિલરનુ બિરૂદ મેળવી ચૂક્યા છે

X

ચૂંટણીનો માહોલ જ્યારે જામી રહ્યો છે નેતાઓ પ્રસાર પ્રચારમાં વ્યસ્ત છે ત્યારે અમરેલી જિલ્લાની સૌથી હોટ સીટ હોયતો તે છે અમરેલી વડીયા વિધાનસભા બેઠક ત્યારે આવો જાણીએ આ બેઠકના સમીકરણો અમરેલી વિધાનસભા બેઠક પર આ વખતે ભારે રસાકસી જામી હોય તેવો માહોલ છે અહીં અમરેલી વડીયા વિધાનસભાની સીટ પર પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણી અને સામે અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરીયા વચ્ચે જંગ છે બન્ને યુવા નેતાઓ છે પણ અમરેલી બેઠક પરથી પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ ભાજપના દિગ્ગજ ગણાતા દિલીપ સંઘાણી, પરસોતમ રૂપાલા અને બાવકુ ઉંઘાડને પરાજીત કરીને જાયન્ટ કિલરનુ બિરૂદ મેળવી ચૂક્યા છે.પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણીની હાલ લડાઈ અમરેલી ભાજપના પ્રમુખ કૌશિક વેકરીયા સામે છે અને આ વખતે કાંટાની ટક્કર જોવા મળી રહી છે.હાલ પરેશ ધાનાણી આ જંગ જીતવા ગામડાઓ ખુંદી રહ્યા છે

આ તરફ ભાજપના ઉમેદવાર કૌશિક વેકરીયા પણ બેઠકો અને સભા યોજી જીતનો વિશ્વાસ હોય તેમ પ્રચારમાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ અમરેલીમાં સભા સંબોધી હતી ત્યારે આ બેઠક પર ભાજપના ઉમેદવારની જીતનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે

અમરેલી વડીયા વિધાનસભા બેઠક પર દરવખત કરતા આ 2022 નો ચૂંટણી જંગ અનોખો જ દેખાઈ રહ્યો છે.મતદારો પર પ્રભાવ પાડવા ધાનાણી અને વેકરીયા સભાઓ ગજવી રહયા છે અને પોતપોતાની જીતના દાવા કરી રહ્યા છે

Next Story