/connect-gujarat/media/post_banners/42cf2039aea66ff99570ed4abe02451c9b809bfba3bc8bdf3e081e38f48eeec9.jpg)
ભરૂચ જીલ્લામાં અંકલેશ્વર બેઠક પર ભાઈ ભાઈ વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે તો ઝઘડીયા બેઠક પર પિતા અને પુત્ર વચ્ચે ચૂંટણીનો જંગ જામશે.
ભરૂચ જીલ્લામાં ચૂંટણીનો માહોલ ગરમાયો છે એક તરફ અંકલેશ્વર બેઠક પર ભાજપના ઈશ્વરસિંહ પટેલ તો કોંગ્રેસમાંથી તેમના જ મોટા ભાઈ વિજયસિંહ પટેલે ઉમેદવારી નોંધાવી છે હવે ઝઘડીયા બેઠક પર પિતા પુત્ર વચ્ચેનો ચૂંટણી જંગ જોવા મળશે. ઝઘડીયા બેઠક પર ભારતીય ટ્રાયબલ પાર્ટીમાંથી મહેશ વસાવાએ ઉમેદવારી નોંધાવી છે તો આજે તેઓના પિતા છોટુ વસાવાએ આ જ બેઠક પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવાની જાહેરાત કરી છે ત્યારે પિતા પુત્ર વચ્ચે જોરદાર ટક્કર જોવા મળશે. છોટુ વસાવા છેલ્લી 7 ટર્મથી ઝઘડીયા બેઠક પર ધારાસભ્ય તરીકે ચૂંટાયને આવે છે પરંતુ આ વકહતે તેમના પુત્ર મહેશ વસાવાએ મનમાની કરી પિતાની બેઠક પરથી ભારતીય ટ્રાયબલ પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવી દીધી હતી જેના પગલે એક જ પરિવારમાં આ ડખો થયો હતો.