/connect-gujarat/media/post_banners/46c509a8ed005bb8bc8751b0697fe117b3c1bd73a07e40a41372227ec82b4c7e.jpg)
આગામી વિધાનસભાની ચૂંટણીને લઈ વિવિધ રાજકીયપક્ષ તેમના ઉમેદવારની જીત માટે તનતોડ મેહનત કરી રહ્યા છે.ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના પ્રચાર માટે ઉત્તરપ્રદેશના પૂર્વ નાયબ મુખ્યમંત્રી દિનેશ શર્મા જામનગરની મુલાકાતે આવ્યા હતા.
ઉત્તરપ્રદેશના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને રાષ્ટ્રીય ભાજપ ના ઉપાધ્યક્ષ દિનેશ શર્મા જામનગરમાં ભાજપના ઉમેદવારના પ્રચારમાં જામનગરની મુલાકાતે આવ્યા હતા અને પત્રકાર મિલનમાં વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો જ્વલંત વિજય થવાની આશા વ્યક્ત કરી હતી સાથે જ તેઓએ ભાજપ સરકારની વિવિધ સિધ્ધિઓને લોકો સમક્ષ રજૂ કરી હતી.પત્રકાર મિલન સમયે ભાજપ શહેર અધ્યક્ષ વિમલભાઈ કગથરા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.