ખેડા : ડીઝીટલ રોબોટ થકી ભાજપનાઉમેદવાર પંકજ દેસાઈનો ચૂંટણી પ્રચાર, જુઓ શું છે રોબોટની ખાસિયત..!

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ડિજિટલ ઇન્ડિયાનું સપનું સાકાર કરવા ખેડા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા અનોખી રીતે પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે.

New Update
ખેડા : ડીઝીટલ રોબોટ થકી ભાજપનાઉમેદવાર પંકજ દેસાઈનો ચૂંટણી પ્રચાર, જુઓ શું છે રોબોટની ખાસિયત..!

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ડિજિટલ ઇન્ડિયાનું સપનું સાકાર કરવા ખેડા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા અનોખી રીતે પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે. નડિયાદ વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર પંકજ દેસાઈના ચૂંટણી પ્રચારમાં ડીઝીટલ રોબોટને જોઈ લોકો આશ્ચર્યચકિત થઈ રહ્યા છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરાઈ ચૂક્યા છે, અને હવે ઉમેદવારો પ્રચાર પ્રસારમાં લાગી ગયા છે. પરંતુ આ વખતે ઉમેદવારો પ્રચાર-પ્રસાર માટે અવનવી ટેકનિકનો ઉપયોગ કરી રહ્યા છે. અને એમાંય ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ડિજિટલ ઇન્ડિયાનું જે સપનું છે, એ સપનાને સાકાર કરવા માટે ખેડા જિલ્લાની નડિયાદ વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પંકજ દેસાઈના ચૂંટણી પ્રચારમાં ડીઝીટલ રોબોટ ટેકનીક અપનાવવામાં આવી રહી છે. આ ડિજીટલ રોબોટ દ્વારા ભાજપના નડિયાદ વિધાનસભાના ઉમેદવારનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ડિજિટલ ઇન્ડિયાની વાતો કરી રહ્યા છે, અને તેઓનું સપનું છે કે, ભારત ડિજિટલ બને અને એટલા માટે જ ગત 2017ની વિધાનસભાની ચૂંટણી હોય કે, 2019ની લોકસભાની ચૂંટણી. એમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરીને પ્રચાર-પ્રસાર કર્યો હતો, ત્યારે હવે આવી જ ટેકનોલોજીનો ઉપયોગ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર-પ્રસાર કરવા માટે થઈ રહ્યો છે. હાલમાં ડિજિટલ રોબોટનું ચલણ શરૂ થયું છે, પરંતુ આ ડિજિટલ રોબોટ વિધાનસભાની ચૂંટણીના પ્રચારમાં વાપરવાની સૌપ્રથમ શરૂઆત ખેડા જિલ્લાના નડિયાદ વિધાનસભા બેઠક પરથી કરવામાં આવી છે. રોબોટ બનાવનાર યુવકે જણાવ્યુ હતું કે, આ ડિજિટલ રોબોટ વિવિધ સૂત્રોના એનાઉન્સમેન્ટ તેમજ લોકોને પત્રિકાઓનું વિતરણ પણ કરી શકે છે, ત્યારે લોકો પણ આ રોબોટને જોઈને ખૂબ આશ્ચર્યચકિત થઈ રહ્યા છે.

Latest Stories