સુરત: કામરેજમાં આસામના CM હેમંત બિશ્વા શર્માએ જાહેરસભા સંબોધી, કોંગ્રેસ અને આપ પર કર્યા પ્રહાર

સુરતના કામરેજ ખાતે ભાજપની જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આસામના મુખ્યમંત્રી હેમંત બિશ્વા શર્માએ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા

New Update
સુરત: કામરેજમાં આસામના CM હેમંત બિશ્વા શર્માએ જાહેરસભા સંબોધી, કોંગ્રેસ અને આપ પર કર્યા પ્રહાર

સુરતના કામરેજ ખાતે ભાજપની જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આસામના મુખ્યમંત્રી હેમંત બિશ્વા શર્માએ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપે સ્ટાર પ્રચારકોને મેદાને ઉતારી ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે ત્યારે કામરેજના ABC મોલ ખાતે ભાજપ દ્વારા જનસભાનું આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં આસામના મુખ્યમંત્રી હેમંત બિશ્વા શર્મા હાજર રહ્યા હતા અને આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા,આસામના મુખ્યમંત્રીએ પોતાના ભાષણ દરમ્યાન હિન્દુત્વ પર ભાર આપ્યો હતો,તેઓએ જણાવ્યું હતું કે ગુજરાતમાં હું શીખવા આવ્યો છું,ગુજરાતથી અમે પ્રેરણા લઈએ છીએ.નરેન્દ્ર મોદી અને અમિત શાહે મળીને 370ના સૂપડા સાફ કરી દીઘા હતા.ભાજપની સભામાં ઉમેદવાર પ્રફુલ પાનસેરિયા,કામરેજ તાલુકા પંચાયતના પ્રમુખ અજિત આહીર,મહામંત્રી હિરેન પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories