Connect Gujarat
Featured

ગુજરાત મહિલા કોંગ્રેસ દ્વાર મૂળભૂત સુવિધાઓના મુદ્દાઓ સાથે હલ્લાબોલ

ગુજરાત મહિલા કોંગ્રેસ દ્વાર મૂળભૂત સુવિધાઓના મુદ્દાઓ સાથે હલ્લાબોલ
X

ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલાની આગેવાનીમાં રેલી યોજાઇ હતી. રેલીમાં ગુજરાત મહિલા કોંગ્રેસના આગેવાનો પણ જોડાયા હતા. રોડ રસ્તા, ગટર વ્યવસ્થા અને લાઈટ, પાણીના પ્રશ્નનો હલ લાવવા માટે ગુજરાત કોંગ્રેસ મહિલાઓની હલ્લા બોલ રેલી.

જેતપુરના તમામ રોડરસ્તા તૂટી ગયા છે, જે રીપેરીંગ કરવાની માગણી અને પીવાનું શુધ્ધ પાણી પૂરું પાડવાની માંગણી સાથે ગુજરાત મહિલા કોંગ્રેસની રેલી યોજાઇ હતી. કોંગ્રેસ પ્રમુખ ગાયત્રી બાએ આક્ષેપ લગાવતા કહ્યું ભાજપ પ્રજાના પ્રશ્નોને પોલીસ અને કાયદાનો ડર બતાવીને દબાવવાનો પ્રયત્ન કરે છે, અને પોલીસ ભાજપના અજેન્ટ તરીકે કામ કરે છે. રેલી દરમિયાન કોંગ્રેસ પ્રમુખ ગાયત્રી બા અને કોંગ્રેસના કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. કોંગ્રેસના પાંચ આગેવાનોએ જેતપુર મામલતદારને આ બાબત અંગે આવેદન આપ્યું.

Next Story