Connect Gujarat
ગુજરાત

ગુજરાતમાં આજે કોરોનાના 17 નવા કેસ નોધાયા, એક દર્દીનું મોત

ગુજરાતમાં આજે કોરોનાના 17 નવા કેસ સામે આવ્યા છે. આજે કોરોના સંક્રમણથી રાજ્યમાં એક દર્દીનું મોત થયું છે

ગુજરાતમાં આજે કોરોનાના 17 નવા કેસ નોધાયા, એક દર્દીનું મોત
X

ગુજરાતમાં આજે કોરોનાના 17 નવા કેસ સામે આવ્યા છે. આજે કોરોના સંક્રમણથી રાજ્યમાં એક દર્દીનું મોત થયું છે. રાજ્યમાં હાલ 182 એક્ટિવ કેસ છે અને 4 દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.76 ટકા છે. રાજ્યમાં આજે 6,33,789 દર્દીઓનું રસીકરણ થયું છે.

છેલ્લા 24 કલાક દરમિયાન અમદાવાદ શહેરમાંથી સૌથી વધુ 8, સુરત કોર્પોરેશનમાં 3, વડોદરા કોર્પોરેશનમાં 3, આણંદ 1, દેવભૂમિ દ્વારકા 1 અને રાજકોટમાં 1 કેસ નોંધાયા છે. રાજ્યમાંથી વધુ 28 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. અત્યારસુધી કુલ 8,14,858 દર્દીઓ કોરોનાને હરાવી ચૂક્યા છે.

રાજ્યમાં આજે સાંજે 5 વાગ્યા સુધીમાં 6,33,789 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું. આ સાથે રાજ્યમાં કુલ રસીકરણનો આંક 3,85,90,661 પર પહોંચ્યો છે

Next Story
Share it